'કોમેડી નાઈટ્સ'ની પલક હવે બની અકબર, 'હનુમાન' બન્યો બિરબલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ની પલક એટલે કે કિકુ શારદા ટૂંક સમયમાં નવા અંદાજમાં નજર આવશે.જોકે, પલકનો આ અંદાજ ‘કોમેડી નાઇટ્સ’માં નહીં પરંતુ તેના આવનારા નવા કોમેડી શો ‘હર મુશ્કિલ કા હલ અકબર-બિરબલ’માં પણ નજર આવશે. કિકુ કોમેડી શોમાં અકબરનાં રોલમાં નજર આવશે. આ શોની કોમેડી અકબર અને બિરબલ પર જ કેન્દ્રિત હશે. ત્યાં જ બિરબલનાં રોલમાં ‘મહાદેવ’ સિરિયલનાં હનુમાન એટલે કે વિશાલ કૌટેન નજર આવશે. ટીવી પર પ્રસારિત થનાર આ શોની શરૂઆત 28 એપ્રિલથી થઇ રહી છે.

ગુરૂવારે બંન્ને કલાકાર નવી દિલ્હીમાં ટીવી શોનાં પ્રમોશન માટે આવ્યા હતાં. અહીં તેમણએ પત્રકારો સાથે તેમના નવાં શો વિષેની ચર્ચા કરી હતી. કિકુએ કહ્યુ કે પહેલાનાં સમયમાં જ્યારે કમ્પ્યુટર નહોતું ત્યારે એ સમયે બિરબલ જ ગૂગલ તરીકે હતાં. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ટીવી પર એ ત્રણ-ત્રણ શો કેવી રીતે સંભાળી શકે છે ત્યારે કિકુનો જવાબ હતો કે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ એ તેની પ્રાથમિકતા છે. તે ‘કોમેડી નાઇટ્સ…’નો એક પણ શો મિસ નથી કરતો. જ્યાં સુધી ‘એફઆઈઆર’ની વાત છે તો એ શોની ટીમ તેના વિના એક-બે એપિસોડ સંભાળી શકે છે. હાલમાં તો તેનું પૂરૂ ધ્યાન તેનાં આ નવા શો પર કેન્દ્રિત છે.

નેગેટિવ પાત્ર પણ કરવા માંગે છે કિકુ

કિકુનું કહેવું છે કે તેને લોકોએ હજી સુધી કોમેડી કરતા જ જોયો છે, પરંતુ તેને પોતાને કોમેડીયન કહેવડાવવું પસંદ નથી. તેનું માનવુ છે કે તે કોઇ એક ઇમેજની સાથે રહેવા નથી માંગતો. અલબત્ત, કોમેડી તો એ જાતે જ કરી લે છે પણ હવે તેને બીજા રોલ કરવા છે અને જો તક મળે તો એ નેગેટિવ રોલ પણ કરવાનું પસંદ કરશે.
હનુમાનની માટે કેટલું મુશ્કેલ હશે બિરબલ

‘મહાદેવ’ સિરિયલમાં હનુમાનનું પાત્ર ભજવનાર વિશાલ કૌટેનનાં મતે, હનુમાનના રોલ પછી તરત જ બિરબલનું પાત્ર ભજવવું એ થોડું મુશ્કેલ તો છે, પણ આ પાત્રમાં મજા પણ એટલી જ આવશે. કોમેડી શોમાં આ પ્રકારનાં પાત્ર ભજવવાથી નવો અનુભવ પ્રાપ્ત થાય છે. આગળ પણ જો આવા રોલ મળશે તો તે જરૂર કરશે.