તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુચ્ચો છે કપિલ શર્મા, દારૂ પીને ઝઘડાની વાતને દબાવવા કરી લગ્નની જાહેરાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કપિલ શર્માએ અચાનક જ સોશ્યિલ મીડિયામાં લગ્નની જાહેરાત કરી દીધી હતી. જોકે, divyabhaskar.com પોતાના વાચકોને બતાવી રહ્યું છે કે આ વાત જાહેર કરવાનો નિર્ણય એક પ્લાનના હેઠળ જ હતો. કપિલ શર્માને ખ્યાલ હતો કે તેણે ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દારૂ પીને મારા-મારી કરી છે અને આ વાત મીડિયામાં હેડલાઈન બની જશે. આ વાતનો અહેસાસ થતાં જ કપિલને થયું કે જો આ વાત બહાર આવશે તો તેની ઘણી જ ટીકા થશે. આ જ કારણથી કપિલ શર્મા જેવો મુંબઈ આવ્યો એટલે એણે તરત જ માર-પીટવાળી વાત છુપાવવા માટે તેની અને ગિન્નીની તસવીર જાહેર કરી હતી. આટલુ જ નહીં અત્યાર સુધી કપિલ શર્મા પોતાની લવ-લાઈફ અંગે કહેવા તૈયાર નહોતો તે સામેથી મીડિયાને જવાબ આપવા લાગ્યો હતો.

અંતે સચ્ચાઈ બહાર આવીઃ

કપિલ શર્માએ આ તસવીર શૅર કરી હોવા છતાંય માર-પીટની વાત બહાર આવી ગઈ હતી. આ સમય દરમિયાન કપિલ શર્માની કથિત પ્રેમિકા કહેવાતી પ્રીતિ સિમોન્સ પણ મેદાને આવી હતી અને તેણે કપિલ શર્મા સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને એ વાત કહેવાનો પ્રયાસ કર્યો કે તેની અને કપિલ વચ્ચે એવું કંઈ જ નથી પરંતુ આ તસવીરોથી કંઈ વધુ ઉકળી શક્યુ નહીં. 

કપિલે પોતાના કો-સ્ટાર્સને માર્યાઃ

કપિલ શર્માએ ફ્લાઈટમાં પોતાના બે કો-સ્ટાર્સ(ચંદન પ્રભાકર તથા સુનીલ ગ્રોવર) સાથે માત્ર ખરાબ વર્તન જ નથી કર્યું પરંતુ તેમને માર મારવાનો પ્રયાસ પણ કર્યો છે. ફ્લાઈટના એટેન્ડેટ તથા અન્ય સાથીઓને કારણે મામલો વધુ બીચક્યો નહીં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, શું કહ્યુ ક્રૂ મેમ્બર્સે......)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો