જાડિયો કપિલ શર્મા ઉતારે છે વજન, ખાય છે બાફેલા શાકભાજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપિલ શર્માએ બહુ જ ટૂંક સમયમાં સફળતા મેળવી લીધી છે. તેના શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ટૂંક સમયમાં જ લોકપ્રિય થઈ ગયો હતો. આ શોને કારણે કપિલ શર્માને યશરાજ બેનર્સની ફિલ્મ પણ ઓફર થઈ છે. જોકે, કામના કલાકો વધારે હોવાથી કપિલ શર્માની હેલ્થ પર આની સીધી અસર થઈ છે.
હવે, કપિલ શર્મા જ્યાં પણ શૂટિંગ માટે જાય છે, ત્યાં ન્યૂટ્રીશનીસ્ટને સાથે જ લઈ જાય છે. આવતા મહિનાથી કપિલ શર્માની ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને આ માટે તેણે પોતાનું વજન ઉતારવું જરૂરી બની ગયું છે.
કપિલે આ અંગે કહ્યુ હતુ કે તેને ગમે ત્યારે શૂટિંગ કરવાનું હોય છે, એટલે તેને જ્યારે સમય મળે ત્યારે જમે છે અને પોતાની ઉંઘ પૂરી કરે છે. જોકે, હવે તે પોતાની હેલ્થનું પૂરતું ધ્યાન રાખશે. તે વ્યવસ્થિત ભોજન કરે અને વધારાનું ના જમે તે માટે તેણે ખાસ ન્યૂટ્રીશનીસ્ટને પણ સાથે રાખ્યો છે. જોકે, તે તેને ડિનરમાં માત્ર બાફેલા શાકભાજી આપે છે. આથી જ તે બ્રેડ બટર અને ઓમલેટ ખાઈ લે છે. આથી તેના વજનમાં ખાસ ફરક પડ્યો નથી.
કપિલ શર્માને કમરમાં દુખાવો પણ રહે છે અને તેથી જ તે નિયમિત રીતે વર્ક આઉટ અને બેક એક્સરસાઈઝ કરતો રહે છે. આથી તેને હવે કમરમાં પહેલાં જેટલું દુખાતું નથી. જોકે, હવે તેને ખભામાં દુખાવો રહે છે.
15 મેથી ફિલ્મ 'બેંક ચોર'નું શૂટિંગ શરૂ થશે. આથી જ કપિલે પોતાના શોના એપિસોડનું અગાઉથી શૂટિંગ કરીને રાખવું પડશે. આ જ કારણથી કપિલ શર્માએ સતત કામ કરતા રહેવું પડે છે. તે ફિલ્મના શૂટિંગ અને કોમેડી શો વચ્ચે ક્લેશ ના થાય તેમ ઈચ્છે છે.
કપિલ શર્માએ પોતાનો શો અઠવાડિયે એક જ દિવસ પ્રસારિત કરવાની વાત ચેનલને કરી હતી પરંતુ ચેનલે આ વાતનો ઈનકાર કરી દીધો હતો. કપિલે કહ્યુ હતુ કે જો તેનો શો અઠવાડિયે એક જ વારે આવે તો ચેનલને ટીઆરપીને લઈને નુકસાન થઈ શકે તેમ છે. 'બેંક ચોર'નું શૂટિંગ પહેલાં એપ્રિલમાં થવાનું હતું પરંતુ હવે મે મહિનાથી શરૂ થશે. તે 'બેંક ચોર'નું એક આખું શિડ્યુઅલ પૂરું કરવા માંગે છે.
કપિલ શર્માએ આગળ કહ્યુ હતુ કે તેને પોતાના માટે જ સમય મળતો નથી. તે એટલો વ્યસ્ત રહે છે કે તે પોતાની માતાને પણ ફોન કરી શકતો નથી. તે તેની માતાને એ વાત સમજાવી શકતો નથી કે તે ક્યારે ઘરે આવે છે અને ક્યારે શૂટિંગ પર હોય છે.
(આગળની તસવીરોમાં જુઓ શોમાં અર્જુન-આલિયાએ કરી એકબીજાને કિસ...)