તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Exc.લગ્ન પર બોલ્યો કપિલ-ગિન્નીના પ્રેમમાં છું ગળાડૂબ, જાણો ક્યારે કરશે મેરેજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા અંતે ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. આજે(18 માર્ચ)તેણે પર્સનલ સોશિયલ એકાઉન્ટ પર એક મોટા ન્યૂઝ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટથી તેની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલો એક ખુલાસો થયો છે. આ પોસ્ટમાં તેણે ફોટો સાથે લખ્યું છે કે,''મારી પત્નીને મળો, તેને હું દીપિકા કરતા પણ વધુ પ્રેમ કરું છું ''.  ક્યારે કરશે લગ્ન
 
લગ્ન ક્યારે કરીશ તેને લઈ કપિલે જણાવ્યું કે,''અમે હજુ સુધી ડેટ્સ નક્કી કરી નથી. કદાચ તે આગામી વર્ષ થાય. તે અંગે ટૂંક સમયમાં જ વાત કરીશ. પરંતુ હા હું તેની સાથે જલ્દીથી લગ્ન કરીશ. હું મારી લાઈફનો આ સારો સમય એન્જોય કરવા માગું છું''
 
ગિન્ની છે સ્વીટ ગર્લ
આ સમાચારને લઈ કપિલ શર્માએ divyabhaskar.com સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું કે''મને મારા ફેન્સને ટ્વિટ્સ દ્વારા સરપ્રાઈઝ આપવી ગમે છે. આજે ફેન્સ તરફથી મળેલા રિસપોન્સથી હું ખૂબ જ ખુશ છું. હા હું ગિન્નીના પ્રેમમાં છું અને આ વાસ્તવિકતા સ્વીકારમાં મને કોઈ શરમ નથી. ગિન્ની સિમ્પલ અને સ્વીટ ગર્લ છે. તે મારી બાજુ હોય તેનાથી મને સ્વીટ અહેસાસ થાય છે. તે મારા જીવનના દરેક ઉતાર ચડાવમાં મારી સાથે રહી છે. મારી માને તેના પ્રત્યે ખૂબ લગાવ છે, મારી માની પસંદ તે જ મારી પણ પસંદ છે. ''
 
કોલેજકાળથી ઓળખું છું ગિન્નીને
ગિન્ની સાથેની રિલેશનશીપ અંગે વાત કરતા કપિલે વધુમાં ઉમેર્યું કે,''હું ગિન્નીને પંજાબના કોલેજકાળથી ઓળખું છું, પણ પ્રમાણિક પણે મેં તેને છેલ્લા અમુક મહિનાથી જ સારી રીતે ઓળખી છે. કોઈપણ છોકરી માટે મને અંગત રીતે હેન્ડલ કરવો સરળ નથી. પરંતુ ગિન્ની શક્ય એટલી સારી રીતે હેન્ડલ કરે છે. શરૂઆતમાં રિલેશનશીપમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પણ હવે મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. મને વિશ્વાસ છે કે, મને તેનાથી સારી છોકરી જોઈતી નહોતી. તે ઘણી જમીન સાથે જોડાયેલી છે. અને હું મારા નિર્ણયથી ખુશ છું. ''
 
આગળની સ્લાઈડ્સમાં ગિન્ની ચતરથના વધુ ફોટોઝ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો