Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Kapil Sharma Back On The Sets Of The Kapil Sharma Show As A Guest

‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર ગેસ્ટ બનીને પહોંચ્યો કપિલ, થયો ભાવુક

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 01:28 PM

કપિલ શર્મા હાલ પોતાની ફિલ્મ ‘ફિરંગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

  • Kapil Sharma Back On The Sets Of The Kapil Sharma Show As A Guest
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મ ‘ફિરંગી’ને પ્રમોટ કરવા માટે 'સુપર ડાન્સર 2'ના સેટ પર પહોંચ્યો કપિલ શર્મા

    મુંબઈ : કપિલ શર્મા હાલ પોતાની ફિલ્મ ‘ફિરંગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક એવી ઘટના બની, જેના કારણે તે ઈમોશનલ થઈ ગયો હતો. તે ફિલ્મને પ્રમોટ કરવા માટે પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર પહોંચ્યો હતો, જે હવે સ્ટાર પ્લસના શો સુપર ડાન્સર-2નો સેટ છે. એક લીડિંગ વેબસાઈટ સાથે વાત કરતા કપિલ શર્માએ જણાવ્યું ‘ સુપર ડાન્સર-2ના સેટ પર જવું મારી માટે ખૂબ જ ઈમોશનલ હતુ. જ્યાં હું બોલિવૂડ સેલેબ્રિટિઝ, સ્પોર્ટસ પર્સનાલિટી, આર્ટિસ્ટ તરીકે બોલાવતો હતો, હવે ત્યાં હું મહેમાન બનીને પહોંચ્યો હતો. હું જૂના દિવસોની યાદોમાં ચાલ્યો ગયો હતો. જ્યાં અમે મળીને એક જોરદાર શો બનાવ્યો હતો અને દેશને હસાવ્યો હતો. હું આ સ્ટેજ પર વારંવાર આવવા માંગીશ. આ 24એ થશે ફિરંગીરીલિઝ...

    ઉલ્લેખનીય છે કે 34 નવેમ્બરે કપિલ શર્માની ફિલ્મ ‘ફિરંગી’ રીલિઝ થઈ રહી છે. જેમાં તેની સાથે ઈશિતા દત્તા અને મોનિકા ગિલ પણ જોવા મળશે. 2 વર્ષ પછી કપિલ મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. તેણે પોતના ફિલ્મી કરિયરની શરૂઆત 2015માં આવેલી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’થી કર હતી. અબ્બાસ-મસ્તાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

    સુનીલ સાથેના વિવાદથી છે ચર્ચામાં...

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સુનીલ ગ્રોવર સાથેના વિવાદને કારણે કપિલ શર્મા ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં કપિલે માન્યું હતુ કે સુનીલ સાથેના ઝઘડામાં સૌથી વધુ નુકસાન તેને જ થયું હતુ. તેણે કહ્યું, ‘ફિરંગી’ના રીલિઝ પછી આ બધામાંથી બહાર આવી જઈશ. હું સુનીલનું સન્માન કરુ છુ અને તેની સાથે ફરી એક વખત કામ કરવા માંગુ છુ.

    ફરી જોવા મળશે કપિલ-સુનીલની જોડી...

    સુનીલ સાથે થયેલા ઝઘડા પછી તેના શોને ખૂબજ નુકસાન થયું હતુ. એક પછી એક બીજા સ્ટાર્સે પણ તેનો શો છોડી દીધો હતો. સતત ઓછી થઈ રહેલી ટીઆરપીના કારણે અંતે શોને બંધ કરવો પડ્યો હતો. ‘ફિરંગી’ની રીલિઝ પછી ફ્રી થઈને કપિલ સુનીલ ગ્રોવર સાથે ટીવી પર પાછો ફરી શકે છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ કપિલ શર્માના બીજા 3 ફોટોઝ...

  • Kapil Sharma Back On The Sets Of The Kapil Sharma Show As A Guest
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    'સુપર ડાન્સર 2'ના સેટ પર શિલ્પા શેટ્ટી સાથે ડાન્સ કરતો કપિલ શર્મા
  • Kapil Sharma Back On The Sets Of The Kapil Sharma Show As A Guest
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈશિતા દત્તા અને શિલ્પા શેટ્ટી સાથે કપિલ શર્મા
  • Kapil Sharma Back On The Sets Of The Kapil Sharma Show As A Guest
    'સુપર ડાન્સર 2'ના સેટ પર બાળકો સાથે કપિલ શર્મા અને ઈશિતા દત્તા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending