Pix: 'જોધા અકબર'એ પૂરા કર્યાં 350 એપિસોડ્સ, કેક કાપી કર્યું સેલિબ્રેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કેક કટિંગ સેરેમની વખતે 'જોધા અકબર'ની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ)
મુંબઇ: ઝીટીવીની લોકપ્રિય સીરિયલ 'જોધા અકબર'એ 350 એપિસોડ્સ પૂરા કર્યાં છે. આ પ્રસંગે સીરિયલની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સે સેટ પર કેક કટિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું.
350 એપિસોડ્સ પૂરા કરવાની ખુશી વ્યક્ત કરતાં લીડ અભિનેત્રી પરિધિ શર્મા કહે છે, "મને ગર્વ છે કે હું એવા પરિવારની સભ્ય છું, જેમણે મને પારિવારિક જ નહીં, પણ એક્ટર તરીકે ઘણુ બધુ શીખવ્યું છે. ફેમસ સ્ટાર અશ્વિની કાલસેકરની સાથે-સાથે અનેક નવા અને ટેલેન્ટેડ એક્ટર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો. સીરિયલની શરૂઆત વખતે અમે વિચાર્યું નહોતું કે અમને દર્શકોનો આટલો પ્રેમ મળશે. સીરિયલના 350 એપિસોડ્સ પૂરા થઇ ગયા છે. આશા છે કે આવી જ રીતે દર્શકોનો પ્રેમ મળ્તો રહે અને સીરિયલ 500 અને હજાર અપિસોડ્સ પણ પૂરા કરે."

આગળ જુઓ, સેટ પર સેલિબ્રેશનની તસવીરો...