તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'તારક મહેતા..': જીન્સ-ટી શર્ટમાં જેઠાલાલ, કોના માટે ધારણ કર્યો આ New Look

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ હંમેશા ફોર્મલ આઉટફિટમાં જોવા મળે છે. જોકે, હવે, જેઠાલાલ આ સીરિયલમાં નવા લુકમાં જોવા મળશે.

આત્મરામ ભીડેને બચાવવા જેઠાલાલે બદલ્યો લુકઃ
એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડે(મદાર ચંદવડકર) હાલમાં એક મુસીબતમાં મૂકાઈ ગયો છે. તેને આ મુસીબતમાંથી બહાર કાઢવા એક સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જેઠાલાલ આ રીતના લુકમાં જોવા મળશે.

આ લુકના કર્યાં વખાણઃ
જેઠાલાલે કહ્યું હતું કે તેણે ભીડેને બચાવવા માટે પોતાનો લુક ચેન્જ કર્યો છે. બધાએ સાથે મળીને સ્ટિંગ ઓપરેશન કરીને ભીડેને બચાવવાનો નિર્ણય લીધો હતો. જ્યારે જેઠાલાલ પોતાના નવા ગેટ-અપમાં સેટ પર આવ્યો તો સેટ પર હાજર રહેલાં તમામ લોકોએ તેના નવા લુકને વખાણ્યો હતો. જેઠાલાલને આશા છે કે દર્શકોને પણ તેનો નવો લુક પસંદ આવશે.

કઈ મુસીબતમાં ફસાયો આત્મારામ ભીડેઃ
એક રાતના આત્મારામ ભીડેને દારૂના નશામાં ચકચૂર વ્યક્તિ સોનું ભરેલી બેગ ગીફ્ટમાં આપે છે. બીજા દિવસે તે વ્યક્તિ પોલીસ ફરિયાદ કરે છે કે ભીડેએ તેની બેગ ચોરી લીધી છે. આ ગુના હેઠળ પોલીસ આત્મારામ ભીડેને પકડી જાય છે. હવે, ભીડે આ મુસીબતમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો તે વિચારી રહ્યો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જેલમાં ગોકુલધામના સભ્યો....)
અન્ય સમાચારો પણ છે...