નટખટ કાનુડાનો તોફાની અંદાજ, આટલો બદલાયો Look

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : 2008માં ‘જય શ્રી કૃષ્ણ’માં ભગવાન કૃષ્ણનો રોલ કરી ચૂકેલી ધૃતિ ભાટિયા હવે 11 વર્ષની થઈ ગઈ છે. કૃષ્ણાના રોલ વખતે તેની ઉમર માત્ર અઢી વર્ષની હતી. શોના કારણે તેની ફેન ફોલોઈન્ગ ખુબ જ વધી ગઈ હતી, ત્યાં સુધી કે તેને લોકો રિયલ કૃષ્ણ માનવા લાગ્યા હતા. ધૃતિએ divyabhaskar.com સાથેની વાતચીતમાં આ ખૂલાસો કર્યો હતો. શુ કહ્યુ હતુ ધૃતિએ....
 
ધૃતિએ જણાવ્યુ હતુ કે “શો સમયે હું ખૂબ જ નાની હતી. પરંતુ મને યાદ છે કેવી રીતે લોકો ભક્તિ ભાવથી સેટ ઉપર આવતા હતા. લોકો મને રીયલ ભગવાનની જેમ જ ટ્રીટ કરતા હતા. આજે પણ મને અનેક ફેન્સ પૂછે છે કે હું સાચે જ ભગવાન કૃષ્ણ તો નથી ને (હંસી ને)”
 
-“ફેમ અને પોપ્યુલારિટી ઉપરાંત, તે શોએ મને ખૂબ જ પોઝિટિવિટી પણ આપી છે. 8 વર્ષ થઈ ગયા છે, છતા હું આજે પણ ઈસ્કોન મંદિર જાઉં છું. અઠવાડિયામાં એક વાર હું ત્યાં જઈને ભગવાન કૃષ્ણના આશિર્વાદ જરૂર લઉ શુ”
 
કોરિયોગ્રાફર બનવા માંગે છે ધૃતિ
-‘જય શ્રી કૃષ્ણ’ પછી ધૃતિએ અનેક કોમર્શિયલ અને ‘ડોન્ટ વરી ચાચૂ’ અને ‘ઈસ પ્યાર કો ક્યા નામ દુ’ જેવા શોઝમાં કામ કર્યુ હતુ.
 
-પોતાના ફ્યૂચર પ્લાન અંગે વાત કરતા ધૃતિએ જણાવ્યુ હતુ કે ‘હું કોરિયોગ્રાફર બનવા માંગતી હતી. મારા મમ્મી પણ કોરિયોગ્રાફર છે અને મારે પણ તેમની જેમ જ બનવુ છે.
 
છઠ્ઠા ધોરણની સ્ટૂડન્ટ છે ધૃતિ
- ધૃતિ હાલ છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને ફોટો પાડવા, ડાન્સ અને પેઈન્ટિંગ કરવાનો શોખ છે. તે ક્લાસિકલ ડાન્સ સીખી રહી છે.
 
 
- ધૃતિના પપ્પા ગગન ભાટિયા બિઝનેસમેન છે અને માં પૂનમ કોરિયોગ્રાફર હોવાની સાથે-સાથે એકટ્રેસ પણ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જોવો, ધૃતિની લેટેસ્ટ ફોટોઝ...
 
 
અન્ય સમાચારો પણ છે...