મુંબઈઃ આઠ જુલાઈના રોજ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાએ ટીવી એક્ટર વિવેક દાહિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભોપાલમાં લગ્ન કર્યાં બાદ ચંદીગઢ તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. આ સમયે divyabhaskar.comએ વિવેક સાથે ખાસ વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે એક ચર્ચિત વ્યક્તિ સાથે જોડાયા બાદ તેના જીવનમાં શું ફેરફાર પડ્યો, તો તેણે આ વાતનો અનોખા અંદાજમાં જવાબ આપ્યો હતો.
એક્ટિંગમાં વિવેકને ક્યા જોવા માંગે છે દિવ્યાંકાઃ
- વિવેકે કહ્યું હતું કે દિવ્યાંકા છેલ્લાં 12 વર્ષથી આ ઈન્ડસ્ટ્રિઝમાં છે અને એક્ટિંગમાં તેનાથી સીનિયર છે.
- તેમ છતાંય દિવ્યાંકાએ તેને ક્યારેય તે નાનો હોવાનું ફિલ કરાવ્યું નથી. તેણે હંમેશા મોટિવેટ કર્યો છે.
- તે સતત સારું પર્ફોમન્સ કેમ આપી શકાય તે કહેતી હોય છે. તેની ઈચ્છા છે કે તે મોટા સ્ટાર બને.
ફેન્સનું રાખે છે ધ્યાનઃ
- વિવેકે કહ્યું હતું કે સેલિબ્રિટીનુ જીવન એકદમ સ્પોટલાઈટ જેવું હોય છે. તેના ચાહકો તેની તમામ એક્ટિવિટી જાણવાનો પ્રયાસ કરે છે.
- તે શું કરે છે, ક્યા જાય છે, શું પહેરેશે, તેના મિત્રો કોણ છે.
- આથી જ જ્યારે તેમણે લગ્ન કર્યાં ત્યારે તેણે પોતાના જીવનની આ મહત્વની ખુશ ચાહકો સાથે શૅર કરી હતી. તે નહોતો ઈચ્છતો કે ચાહકો નારાજ થાય.
વિવેક કેવી રીતે જોડાયો એક્ટિંગ સાથેઃ
- એક્ટિંગ અંગે વિવેકે કહ્યું હતું કે તે બે વર્ષ પહેલાં એક એસાઈન્મેન્ટ માટે કેરળ ગયો હતો.
- અહીંયા એક સ્ટાઈલિસ્ટે તેણે એક્ટિંગમાં નસીબ અજમાવવાની વાત કરી હતી.
- તેને ખ્યાલ નહોતો કે ઈન્ડસ્ટ્રિઝમાં કેવી રીતે એન્ટ્રી મળે છે. ટેલેન્ટ પ્રમાણે કામ મળે છે કે પછી પૈસા આપીને કે પછી કાસ્ટિંગ કાઉચથી.
- તેણે કેટલીક અણગમતી બાબતો જોઈ હતી. ધીમે ધીમે તેને સારા લોકો આ ઈન્ડસ્ટ્રિઝમાં મળ્યાં હતાં. તેમની મદદથી તેને અહીંયા એન્ટ્રી મળી હતી.
મિસ્ટર ચંદીગઢ રહી ચૂક્યો છે વિવેકઃ
- મિસ્ટર ચંદીગઢ રહી ચૂકેલો વિવેક 'યે હૈં આશિકી' અને 'એક વીર કી અરદાસ વીરા' જેવી સીરિયલ્સમાં ચમકી ચૂક્યો છે.
- હાલમાં 'કવચ'માં મેઈલ લીડમાં વિવેક જોવા મળી રહ્યો છે. આ સિવાય દિવ્યાંકા સાથે 'યે હૈં મહોબ્બતે'માં એસીપીનો રોલ કરી રહ્યો છે.
- વિવેકનું નાનપણ ચંદીગઢમાં પસાર થયું છે. તેના પિતા વકીલ છે અને મોમ હાઉસવાઈફ છે. તેને એક મોટી બહેન છે.
- વિવેકે ઈંગ્લેન્ડની ડીમોન્ટફોર્ટ યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, વિવેક-દિવ્યાંકાનાં લગ્નની ખાસ તસવીરો...)