રોમા માણેકનાં ભીંજાયેલા બદને તોડાવ્યું હતું 'પાંડુરાજા'નું તપ!

90ના દશકામાં મહાભારત સિરીયલનો જબરદસ્ત ક્રેઝ હતો

divyabhaskar.com | Updated - Aug 10, 2013, 07:00 AM
interesting facts of roma manek

90ના દશકામાં મહાભારત સિરીયલનો જબરદસ્ત ક્રેઝ હતો. રવિવારે સવાર 9થી 10 વાગ્યે રસ્તા પર સોંપો પડી જતો હતો. ઘરે ઘરે લોકો ટીવી સામે ગોઠવાઇ જતા હતા. મહાભારત સિરીયલ બીજી ઓક્ટોબર 1988થી શરૂ થઇ હતી, જે 94 એપિસોડ ચાલી હતી અને 24 જુન, 1990ના રોજ પૂરી થઇ હતી.

મહાભારત સિરીયલના કેટલાક પાત્રોને આજે પણ લોકો ભૂલ્યા નથી. સિરીયલના કેટલાક પાત્રોને જ લોકો સાચા માનવા લાગ્યા હતા.

મહારભારત સિરીયલમાં એક એવું જ પાત્ર છે, જેને એક ગુજરાતી અભિનેત્રીએ ભજવ્યું હતું. ઘણા ઓછા લોકોને ખબર છે કે સિરીયલમાં પાંડુરાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું.

'મહાભારત'માં શું હતો રોમા માણેકનો રોલ? માદરીના સૌંદર્યે કેવી રીતે પાંડુરાજાનું તપ ભંગ કરાવ્યું? રસપ્રદ વિગતો વાંચવા માટે આગળ તસવીરો બદલતા જાવ.....

interesting facts of roma manek

મહાભારત સીરિયલમાં આમ તો રોમા માણેકનો રોલ ટૂંકો પણ દમદાર હતો. મહાભારતની કથા મુજબ મદ્ર દેશના રાજાની પુત્રી માદરી રૂપરૂપના અંબાર જેવી દેખાય છે, જે માટે ડાયરેક્ટરને કોઇ સુંદર યુવતીની તલાશ હતી. બાદમાં માદરીના આ રોલ માટે ડાયરેક્ટરે ગુજરાતી અભિનેત્રી રોમા માણેકની પસંદગી ઉતારી હતી.
 

interesting facts of roma manek

90ના દશકાની શરૂઆતમાં રોમા માણેકની કારકિર્દી હજી શરૂઆતના તબક્કામાં હતી અને તે રૂપરી પદડે ચમકવા થનગની રહી હતી. ટૂંકા રોલમાં પણ રોમા માણેકે શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

interesting facts of roma manek

 પાંડુરાજાની પહેલી પત્ની કુંતીનો રોલ અભિનેત્રી નાઝમીને ભજવ્યો હતો. નાઝમીના પ્રમાણમાં લાંબા અને શાનદાર રોલ સામે પણ રોમા માણેકે ટક્કર આપી હતી અને પોતાની અલગ છાપ ઉભી કરી હતી.

interesting facts of roma manek

મહાભારતની કથા મુજબ પાંડુરાજાને માદરી અને કુંતી એમ બે પત્ની હોય છે. માદરીના સૌંદર્યની ચર્ચા ચારેબાજુ થતી હોય છે. એક વખત શિકાર કરતી વખતે
ભૂલથી પાંડુરાજા ઋષિ કિંદમ અને તેમના પત્નીને બાણથી વિંધી નાંખે છે. ઋષિવર પાંડુરાજાને મરતા પહેલાં શ્રાપ આપે છે કે તે કોઇ મહિલા સાથે સંબંધ બાંધશે તો તેનું મૃત્યુ થશે.

interesting facts of roma manek

પ્રાયશ્ચિત માટે પાંડુરાજા રાજગાદી છોડી બંને પત્નીઓ સાથે વનવાસ ચાલ્યા જાય છે. દરમિયાન એક વખત પાણી ભરતી માદરીની સુંદરતા
જોઇ પાંડુરાજા ભાન ભૂલે છે અને પોતાની જાતને રોકી શકતા નથી. પાંડુરાજા માદરીનો સ્પર્શ કરતાં જ મૃત્યુને ભેટે છે. બાદમાં માદરી પણ પાંડુરાજા પાછળ પોતાની જાત હોમી દે છે.

interesting facts of roma manek

જોકે મહાભારત સિરીયલ બાદ રોમા માણેક બોલિવૂડ કે ટેલિવૂડમાં લાંબા સમય સુધી જોવા મળી નહોતી. બાદમાં તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું હતું. જ્યાં તેણે ગુજરાતી ફિલ્મ જગતની એકથી એક હિટ્સ ફિલ્મ આપી હતી. જેમાં  ઉચી મેડીના ઊંચા મોલ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા વગેરે સામેલ છે.
 

interesting facts of roma manek

ગુજરાતી અભિનેત્રી રોમા માણેક છેલ્લે 'ઢોલી તારો ઢોલ વાગે' ફિલ્મમાં જોવા મળી હતી. જોકે, હાલમાં જ તે ફરીથી ઢોલિવૂડમાં કમબેક  કરવાની હોવાના સમાચાર છે.

X
interesting facts of roma manek
interesting facts of roma manek
interesting facts of roma manek
interesting facts of roma manek
interesting facts of roma manek
interesting facts of roma manek
interesting facts of roma manek
interesting facts of roma manek
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App