તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'બિગ બોસ'માંથી OUT સપના, 12 વર્ષે ગુમાવ્યા'તા પિતા, આ રીતે ચલાવ્યું ગુજરાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ હરિયાણવી ડાન્સર તથા સિંગર સપના ચૌધરી 'બિગ બોસ'ના ઘરમાંથી બહાર નીકળી ગઈ છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં સપનાએ પોતાના અંગત જીવન તથા રિયાલિટી શો અંગેની વાત કરી હતી. સપનાએ 2016માં સુસાઈડ કરવાનો પ્રયાસ કેમ કર્યો હતો, તે અંગે પણ વાત કરી હતી.


આ કારણે સુસાઈડ કરવાનો કર્યો હતો પ્રયાસઃ
ફેબ્રુઆરી, 2016માં એક પર્ફોમન્સ દરમિયાન સપના પર દલિત કમ્યુનિટીના અપમાનના આરોપના બે કેસ થયા હતાં. ત્યારબાદ સપના ડિપ્રેશનમાં આવી ગઈ હતી. સપ્ટેમ્બર, 2016માં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સપનાએ કહ્યું હતું કે તેને તથા તેની મોમને ઘણાં જ હેરાન કરવામાં આવતા હતાં. તેનાથી આ વાત સહન થઈ નહીં. તેની પર એ વાતનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે તેને કર્યો જ નહોતો. તેની મોમ ઘણી જ દુઃખી હતી અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. કોઈએ પણ તેને સાથ આપ્યો નહીં. તેને એમ લાગ્યું કે તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ જ ઉકેલ નથી. જોકે, પછી તેને એમ લાગ્યું કે તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. આ વાતને એક વર્ષ થઈ ગયું પરંતુ તે આજે પણ યાદ કરીને ડરી જાય છે. તેની મોમે તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં પૂરતી મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે સપનાએ માત્ર 12 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા હતાં. ઘરનું ગુજરાન ચલાવવા માટે તે ડાન્સ કરતી હતી. 


(વાંચો, પુનિશ-બંદગીના અફેયર પર શું કહ્યું સપનાએ....)

અન્ય સમાચારો પણ છે...