નટુકાકાને એક સમયે મળતા હતાં માત્ર ત્રણ રૂપિયા, તેમની સંઘર્ષગાથા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સીરિયલ 17 સપ્ટેમ્બરના રોજ 1500 એપિસોડ પૂર્ણ કરશે

Jayveersinh Rana

Jayveersinh Rana

Divyabhaskar.com | Updated - Sep 11, 2014, 08:00 AM
Ghanshyam nayak aka natukaka of tarak mehta interview with divyabhaskardotcom
(ફાઈલ તસવીરઃ ઘનશ્યામ નાયક )
અમદાવાદઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સીરિયલ 17 સપ્ટેમ્બરના રોજ 1500 એપિસોડ પૂર્ણ કરશે. સીરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવનાર કલાકારનું સાચું નામ ઘનશ્યામ પ્રભાકર નાયક, જેને 'મુંબઇનો રંગલો' તરીકે પણ ઓળખવામાં આવે છે. નટુકાકાએ કહ્યુ હતુ કે તેમણે માત્ર આઠ વર્ષની ઉંમરે કામ કળામાં કામ કરવાની શરૂઆત કરી હતી અને તેમને તે સમયે તેમને ત્રણ રૂપિયા મળતા હતાં.

નોંધનીય છે કે 30 એપ્રિલના રોજ ગુજરાત રંગભૂમિ તેમજ ભવાઇના સૌથી વરિષ્ઠ કલાકારને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભારતને આઝાદી મળી તે પહેલાં વર્ષ 1945માં મહેસાણા જિલ્લાના ઉંધાઈ ગામમાં જન્મેલા નટુકાકાએ જીવનમાં ઘણાં ઉતાર ચડાવ જોયા છે. લોકોને હસાવીને ગાંડા કરી દેનાર આ હરફનમૌલા કલાકારે ત્રણ પેઢીના કલાકારો સાથે કામ કરીને જબ્બર ચાહના મેળવી છે, પરંતુ રીલમાં દેખાતા હાસ્ય સામે તેમના ભૂતકાળમાં ગંભીર સંઘર્ષની એક કહાની છે.

દિવ્યભાસ્કરડોટકોમે ઘનશ્યામ નાયક સાથે વાત કરી હતી. આ વાતચીતમાં નટુકાકાએ કારકીર્દીની સંઘર્ષગાથા કહી હતી. નટુકાકાએ આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિષ્ઠાવાન નેતા ગણાવ્યા હતાં. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી સમયે ઘનશ્યામ નાયકે ભાજપને સમર્થન આપ્યું હતું અને તેમણે તે સમયે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો દેશને સારો ફાયદો થશે તેવું કહ્યું હતું.

12 જુલાઇ 2014ના નટુકાકાને 70 વર્ષ પૂરા કર્યા હતાં. આ સંઘર્ષ સફર સુધીમાં અત્યાર સુધી નટુકાકાએ કુલ 100 જેટલા નાટક અને 223 ફિલ્મ્સમાં અલગ અલગ ભૂમિકા ભજવી છે. 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ખ્યાતનામ ફિલ્મમાં અભિનય કરીને દર્શકોના મન પર અમીટ છાપ છોડી છે. આટલાં વર્ષોથી લોકોને હસાવનાર તેમજ એક કલાકારની સાથે ડબિંગ આર્ટિસ્ટ અને પ્લેબેક સિંગર તરીકે નામના મેળવી ચૂકેલા પ્રતિભાશાળી કલાકાર ઘનશ્યામ પ્રભાકર નાયકે વાતચીત દરમિયાન ઘણી રસપ્રદ માહિતી શેર કરી હતી. અહીં તેમના સંઘર્ષ સમયની વાતોથી લઇને કલાકાર તરીકેની કારકિર્દીની માહિતી અમે તમને જણાવીશું. સાથે અમુક રસપ્રદ કિસ્સાઓ પણ વાચકોને જરૂર ગમશે.

પ્રશ્ન: નટુકાકાએ મુંબઈમાં કેવી રીતે શરૂઆત કરી ?

આ પ્રશ્નના જવાબમાં નટુકાકાએ જણાવ્યું હતું કે 'ત્યાં અમને આખી રાત કામ કરવાના એ સમયે ત્રણ રૂપિયા મળતા હતાં. હું મલાડમાં રહેતો હતો. એટલે ત્યાંથી મોડી રાત્રે પણ કામ પૂરું થાય તો ઘરે જવા માટે કોઇ વાહન મળે નહીં. તેથી આખી રાત ત્યાં સેટ પર જ પડ્યા રહેતા અને પછી સવારે ઘરે જઇને સ્કૂલમાં જતાં હતાં. સવારના સાત વાગ્યે સ્કૂલમાં જવાનું થતું હતું. જોકે, સ્કૂલમાં પણ શિક્ષકો સામે ગીતો જ ગાતો હતો, ભણવામાં કોઇ રસ હતો નહીં.'

(આગળ વાંચોઃ નટુકાકાની ઉપલબ્ધિ તથા રંગભૂમિની સફર, વધુ વાંચવા માટે કરો આગળ ક્લિક...)

X
Ghanshyam nayak aka natukaka of tarak mehta interview with divyabhaskardotcom
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App