BB8: ફરી શરૂ થઇ ગૌતમ-ડિઆન્દ્રની Love Story, આવી રીતે વિતાવે છે સમય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: ગૌતમને મસાજ કરતી ડિઆન્દ્રા)
મુંબઇ: 'બિગ બોસ'ના ઘરની વાત કરીએ તો હાલ ડિઆન્દ્રા સોરેસ અને ગૌતમ ગુલાટીની વધતી નિકટતા પર બધાની નજર છે. આવું નથી કે 'બિગ બોસ'ના ઘરમાં પહેલી વાર કોઇ બે સ્પર્ધક એક-બીજાની નિકટ આવી રહ્યાં છે, પણ ડિઆન્દ્રા અને ગૌતમ એક જ સિઝનમાં બીજી વાર એક-બીજાની નિકટ આવી રહ્યાં છે.
જોકે, બન્ને આ સિઝનના પહેલા સપ્તાહથી જ એટલા નિકટ હતા કે બન્ને એક-બીજાને મસાજ કરતાં પણ જોવા મળ્યાં હતા. સોનાલીની રી-એન્ટ્રી થયા પછી તેમની વચ્ચે કડવાશ આવી હતી, કારણ કે આ દરમિયાન ગૌતમે ડિઆન્દ્રાને એવોઇડ કરી હતી. અહીંથી તેમની વચ્ચે વિવાદ વધ્યો હતો અને ડિઆન્દ્રા દરેક વખતે ગૌતમની વિરુદ્ધ જોવા મળી.
કપ્તાન બન્યા પછી ગૌતમે ડિઆન્દ્રાને રાજી કરી અને જણાવ્યું કે તે આજે પણ તેને પસંદ કરે છે. જોકે, ગૌતમની આ વાત પહેલા ડિઆન્દ્રાને ઝૂઠ લાગી, પણ પછી તેને પણ લાગ્યું કે તે ગૌતમ ખરેખર તેને પસંદ કરે છે. હોવાનું રહ્યું કે તેમના સંબંધો આગળ કેટલા ટકે છે.
આગળ જુઓ, ગૌતમ-ડિઆન્દ્રાની કેટલીક તસવીરો...