તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ મહીનાનો થયો 'નૈતિક'નો દિકરો, આમ સેલિબ્રેટ કર્યું અન્નપ્રાશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકનો રોલ કરનારા કરણ મહેરાએ પોતાના દિકરા કવિશની અન્નપ્રાશન સેરેમની યોજી હતી. આ સેરેમનીમાં કરણે દિકરાને અન્ન ખવડાવ્યું હતું. આ દરમિયાન કવિશ મોમ નિશા રાવલની ગોદમાં બેઠેલો જોવા મળ્યો હતો. અન્નપ્રાશન સેરેમનીમાં ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. 5 મહીનાનો છે કવિશ


કરણ-નિશાનો દિકરો કવિશ 5 મહીનાનો છે. કવિશનો જન્મ ચાલુ વર્ષે 14 જુનના રોજ થયો હતો. ઉલ્લેખનીય છે કે, કરણ અને નિશાએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા અને ત્યાર બાદ નવેમ્બર 2012માં લગ્ન કરી લીધા હતા. કરણ 'બિગ બોસ 10'નો કન્ટેસ્ટન્ટ પણ રહ્યો છે. તેણે લાઈફ ઓકે ચેનલના શો 'મૈં લક્ષ્મી તેરે આંગન કી'(2012)માં કામ કર્યું છે. નિશા પણ ટીવી એક્ટ્રેસ છે. આ સિવાય નિશાએ ટીવી શો 'આને વાલા પલ'(2001), 'કેસર'(2007)માં પણ કામ કર્યું છે. તે રિયાલિટી શો 'નચ બલિયે'(2012-13)માં પતિ કરણ સાથે જોવા મળી હતી. તેણીએ અમુક ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. તે ફિલ્મ 'રફૂ ચક્કર'(2008), 'હંસતે-હંસતે'(2008), 'જેક એન્ડ ઝોલ'(2010), 'ટોમ ડિક હેરી રોક અગેન'(2011)માં પણ એક્ટિંગ કરી ચૂકી છે.

 

આગળ જુઓ કરણ અને નિશાના દિકરા કવિશની અન્ન પ્રાશન સેરેમનની વધુ ફોટોઝ

અન્ય સમાચારો પણ છે...