તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહીં આવીને 40 મિનિટ સુધી એકતા કપૂરે કરી હતી તંત્ર સાધના, કર્યો હતો આ ખુલાસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી ક્વિન એકતા કપૂરનો સાત જૂનના રોજ જન્મદિવસ છે. એકતા તંત્ર-મંત્ર, જ્યોતિષ પર વિશ્વાસ કરે છે. 2013માં એકતા જ્યારે ફિલ્મ 'ડાયન'ના પ્રમોશન માટે આવી હતી ત્યારે તેણે તાંત્રિક વિધિ કરાવી હતી. divyabhaskar.com એકતા કપૂરનો તંત્ર-મંત્ર સાથેનો કિસ્સો બતાવે છે. 

જ્યારે એકતાએ 40 મિનિટ સુધી કરી હતી તંત્ર સાધનાઃ
સુપર નેચરલ પાવર પર બનેલી ફિલ્મ 'ડાયન'ના પ્રમોશન માટે એકતા બોલિવૂડ એક્ટ્રેસ કલ્કી સાથે વારાણસી આવી હતી. બંને અઘોરપીઠ બાબા કિનારામના દરબારમાં પણ ગઈ હતી. એકતાએ બાબાના દર્શન કરીને પરિક્રમા કરી હતી. કપાળ પર માળા ચઢાવીને નારિયેળ ફોડીને પૂજા કરી હતી. 40 મિનિટ સુધી તંત્ર ક્રિયા કરનાર બ્રાહ્મણો સાથે સાધના કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં એકતાએ કહ્યું હતું કે તે સુપર નેચરલ પાવરને સમજવા માટે આવી છે. આ બધું લાઈફમાં ઘણું જ જરૂરી છે. શક્તિઓ 2 પ્રકારની હોય છે, એક સારી અને બીજી ખરાબ. ભારતીય ઈતિહાસમાં કિનારામ બાબા અદ્દૂભત શક્તિઓના સ્વામી હતાં. તેણે તેમના વિશે ઘણું જ વાંચ્યું છે. આથી જ તે પોતાના ખરાબ ગ્રહોને સારા કરાવવા અને નેચરલ પાવરને સમજવા માટે આવી છે. તંત્ર-મંત્ર તથા જ્યોતિષ ભારતની પ્રાચીન વિદ્યા છે. એકતાએ તે સમયે પણ હાથમાં ઘણાં જ રત્નો પહેર્યાં હતાં. જેમાં માણેક, પન્ના, બુધ વગેરેનાં નંગ પહેર્યાં હતાં. પંડિત મૂરત મિશ્રાએ કહ્યું હતું કે બાબાના દર્શન સમયે એકતાએ ક્રી કુંડમાં માછલીઓને ખવડાવ્યું હતું અને કોડીઓ પાણીમાં નાખી હતી. 

કોણ છે બાબા કિનારામઃ
બાબા કિનારામનો જન્મ ચંદૌલીના રામગઢમાં ક્ષત્રિય પરિવાર અકબર સિંહના ઘરે વિક્રમ સંવત 1658માં થયો હતો. કહેવાય છે કે જન્મ સમયે બાબાના મોંમાંથી અવાજ સુદ્ધા નીકળ્યો નહોતો. તેઓ 171 વર્ષ સુધી જીવ્યા એમ ચર્ચાય છે. તેમણે દેહ ત્યાગ કર્યો હતો. નાનપણમાં બાબાને બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરે એક સાથે સાધુના રૂપમાં દર્શન આપ્યા હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અઘોરી બાબા કિનારામના દરબારમાં આવેલી એકતાની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...