Pix: નાના પડદે જામશે દિવાળીની રંગત, જોવા મળશે 'ફટાકડી'ઓની ચિંગારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડાબેથી: ગૌહર ખાન, કનવર ઢિલ્લન અને પ્રત્યુષા બેનર્જી)

મુંબઇ:
દિવાળીની ધૂમ ટેલિવિઝનમાં પણ જોવા મળી રહી છે. સોની પર પ્રસારિત થતી સીરિયલ 'હમ હૈં ના' માટે દિવાળીનો સ્પેશિયલ એપિસોડ શૂટ કરવામાં આવ્યો. આ સ્પેશિયલ એપિસોડનું નામ 'હમ હૈં ના દિવાનો કી દિવાલી' હશે. આ એપિસોડમાં નાના પડદાના કેટલાય સ્ટાર્સ જોવા મળશે.
'હમ હૈં ના'માં બંટી (કનવર ઢિલ્લન) અને સાગારિકા (પ્રત્યુષા બેનર્જી) મુખ્ય ભૂમિકામાં છે. આ બન્ને સાથે દિવાળીના સ્પેશિયલ એપિસોડમાં શ્વેતા તિવારી, ગૌહર ખાન, મોની રોય, રીતિક ધનજાની, હર્ષદ ચોપડા, શિવ્યા પઠાનિયા, સ્મૃતિ કાલરા સાથે બીજા સ્ટાર્સ પણ જોવા મળશે. બધા સ્ટાર્સ સ્ટેજ પર્ફોરમન્સ આપી દિવાળી સેલિબ્રેશનને મજેદાર બનાવશે.
શિવ્યા પઠાની અને સ્મૃતિ કાલરા મોની રોય સાથે 'મનવા લાગે' પર ડાન્સ કરશે. રિયાલિટી શો 'ઇન્ડિયાઝ રો સ્ટાર'ની હોસ્ટ ગૌહર ખાન 'હંગામા હો ગયા' પર પર્ફોરમ કરશે. આ ગીતમાં તેને શ્વેતા તિવારી અને કિંશુક મહાજન સાથ આપશે. પ્રત્યુષા બેનર્જી 'નગાડે સંગ ઢોલ બાજે' પર સોલો પર્ફોરમન્સ આપશે. તે બંટી (કનવર ઢિલ્લન) સાથે 'તેરી ગલિયાં' પર પર્ફોરમ્ન્સ આપી જોવા મળશે.
આગળ જુઓ, સ્ટાર્સના ડાન્સ પર્ફોરમન્સની કેટલીક તસવીરો...