• Gujarati News
  • Dilip Joshi Celebrate 46th Birthday With Disha And Other Co Stars

'જેઠાલાલ'એ 'દયા'ને કેક ખવડાવી ઉજવ્યો જન્મ દિવસ, કરી ધમાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે જાણીતા ટેલિવિઝન અભિનેતા દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો 46મો જન્મ દિવસ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી જાણીતા બનેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ મુંબઈમાં થયો હતો.
તેમણે ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી અભિનયની શરૂઆત કર્યા બાદ 'હમ આપ કે હૈ કૌન', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'હમરાઝ', 'દિલ હૈ તુમ્હારા' અને 'વોટ્સ યોર રાશિ' જેવી અનેક ફિલ્મ્સ કરી. ફિલ્મની સાથે સાથે તેમણે ટેલિવિઝન ક્ષેત્રે 'હમ સબ બારાતી', 'સીઆઈડી', 'એફઆઈઆર' અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવી સીરિયલ્સમાં કામ કર્યું.
દિલીપે તેમના જન્મ દિવસની તેના સહ કલાકારો દીશા વાકાણી ઉર્ફે દયા, અંજલિ મહેતા અને ટપુડા સાથે કેક કાપીને ઉજવણી કરી હતી. સાથે સાથે જન્મ દિવસે તેમણે એક સંદેશ પણ આપ્યો હતો કે, 'સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસન મુક્ત રહો ને હંમેશા રાજી રહો'
'જેઠાલાલ'ના જન્મ દિવસની ઉજવણી જોવા માટે આગળ ક્લિક કરો