Home » Bollywood » TV » Latest Masala » TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller

રિયલ લાઇફમાં સ્ટાઇલિશ અને Glamorous છે ‘લંકાની રાજકુમારી’, જુઓ Pics

Divyabhaskar.com | Updated - Apr 26, 2017, 01:16 PM

'બજરંગબલી હનુમાન'માં લંકાની રાજકુમારીનો રોલ કરનાર દીપાલી સૈની બાગપત પહોંચી હતી

 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલી 'બજરંગબલી હનુમાન'માં વિભીષણની દીકરી અનલાનો રોલ કરતી જોવા મળે છે.
  મેરઠઃ ફેમસ ટીવી સીરિયલ 'બજરંગબલી હનુમાન'માં લંકાની રાજકુમારીનો રોલ કરનાર દીપાલી સૈની તાજેતરમાં જ પોતાની બહેન-જીજાજીને મળવા માટે બાગપત પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન તેણે divyabhaskar.com સાથે વાતચીતમાં એક્ટિંગ અને પર્સનલ લાઇફની વાતો શૅર કરી હતી.
  ફ્રુટ વેચે છે દીપાલીના પિતા
  -દીપાલીની મોટી બહેન રૂપાલી અને જીજા અમિત સૈની બડૌતમાં રહે છે. જેને મળવા માટે તે અહીં આવી હતી.
  -સહારનપુર જિલ્લા પાસે નાનોતા ગામની રહેવાસી આ એક્ટ્રેસના પિતા અભય રામ સૈનીની આ વિસ્તારના મોટા ફળ વ્યાપારીઓમાં ગણના થાય છે. જ્યારે તેની મોમ હાઉસવાઇફ છે.
  -તેણે ગુરૂનાનક સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી રામપુર મનિહારન ડિગ્રી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
  -દીપાલીએ જણાવ્યું કે,"હું નાનપણથી જ સ્કૂલ ફંક્શન્સમાં ભાગ લેતી હતી. મેં અનેક સ્ટેજ શોમાં ભાગ લીધો છે. લોકોને મારી એક્ટિંગ પસંદ આવી અને ફેમિલીએ આ ફિલ્ડમાં જવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અનેક વાર તેને એક્ટિંગ અને મોડલિંગને લઇને ફર્સ્ટ પ્રાઇઝ પણ મળી હતી."
  આવી રીતે થઇ એક્ટિંગમાં એન્ટ્રી
  -દીપાલીએ જણાવ્યું કે,"અમારા પાડોશી મનોજ શર્માના દોસ્ત સુશીલ કુમારે મને બ્રેક અપાવ્યો હતો. તે એક મોલીવૂડ ફિલ્મ માટે એક્ટ્રેસ શોધી રહ્યા હતાં. મને જોયા પછી તેમણે કહ્યું હતું કે, મારી શોધ પૂરી થઇ અને મને સિલેક્ટ કરી હતી."
  -મોલિવૂડ (હરિયાણવી સિનેમા)માં બ્રેક મળ્યા પછી તેણે રિજનલ સિનેમાની સ્ટાર ઉત્તર કુમારની સાથે 'અસર' ફિલ્મમાં કામ કર્યું. 2008માં આવેલી આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
  -તેણે જણાવ્યું કે,"ફિલ્મી કરિયરનું અસલી સંઘર્ષ શું હોય છે તે મુંબઇ આવીને જાણ થઇ હતી. હું પોતાના પ્રોફાઇલ લઇને એકથી બીજા એમ અનેક પ્રોડ્યુસર પાસે જતી હતી. ધીરે-ધીરે રોલ મળતા ગયા અને મેં ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી."
  કર્યા છે 'લક્ષ્મી'થી 'લંકાની રાજકુમારી'ના રોલ
  -દીપાલીએ શરૂઆત ડીડી વનના 'હમ તુમકો ના ભુલા પાયેંગે'થી કરી હતી. પરંતુ તેને અસલી ઓળખ ટીવી સીરિયલ 'નારાયણ-નારાયણ'થી મળી હતી. જેમાં તે 'લક્ષ્મી દેવી'ના રોલમાં જોવા મળી હતી.
  -હાલ તે સોની ટીવીના ફેમસ શો 'બજરંગબલી હનુમાન'માં વિભીષણની દીકરી અનલાનો રોલ કરતી જોવા મળે છે.
  -ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે તેણે વાત કરતા જણાવ્યું હતું કે,"મારી પાસે સાઉથની ફિલ્મની એક ઓફર છે. આ ઉપરાંત નવી ચેનલ 'હેપ્પી'માં મને એક સીરિયલમાં લીડ રોલ ઓફર થયો છે."
  -આ ઉપરાંત દીપાલી 'ડોલી અરમાનો કી', 'ખૌફ', 'ફુલવા', 'મસક્કલી', 'અદાલત', 'ફિયર ફાઇલ', 'જય જય બજરંગ બલી' અને 'સાવધાન ઇન્ડિયા'ના અનેક એપિસોડ્સમાં વિવિધ રોલ કરી ચૂકી છે. આ ઉપરાંત તે 'બિગ બોસ સીઝન 5'માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ સાથે ગેસ્ટ અપિયરન્સ પણ કરી ચૂકી છે.
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, ટીવી એક્ટ્રેસના અન્ય Photos...
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલી 'નારાયણ નારાયણ'માં 'લક્ષ્મી દેવી'ના રોલમાં જોવા મળી હતી.
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીએ શરૂઆત ડીડી વનના 'હમ તુમકો ના ભુલા પાયેંગે' શોથી કરી હતી.
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલી 'સાવધાન ઇન્ડિયા'ના અનેક એપિસોડ્સમાં વિવિધ રોલ કરી ચૂકી છે
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીએ જણાવ્યું હતું કે તેની પાસે સાઉથની ફિલ્મની એક ઓફર છે
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીની મોટી બહેન રૂપાલી અને જીજા અમિત સૈની બડૌતમાં રહે છે જેને મળવા માટે તે આવી હતી
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલી 'બિગ બોસ સીઝન 5'માં ગેસ્ટ અપિયરન્સ પણ કરી ચૂકી છે
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલી આ શોમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ સાથે જોવા મળી હતી
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીને અસલી ઓળખ ટીવી સીરિયલ 'નારાયણ-નારાયણ'થી જ મળી હતી.
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીએ જણાવ્યું હતું કે 'હેપ્પી'માં મને એક સીરિયલમાં લીડ રોલ ઓફર થયો છે.
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીએ પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીને પહેલો બ્રેક હરિયાણવી સિનેમામાં મળ્યો હતો
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દીપાલીએ જણાવ્યું હતું કે પાડોશી મનોજ શર્માના દોસ્ત સુશીલ કુમારે મને બ્રેક અપાવ્યો હતો
 • TV Actress Deepali Saini Is Daughter Of A Fruit Seller
  દીપાલીને એક્ટિંગ અને મોડલિંગમાં અનેક પ્રાઇઝ પણ મળ્યા છે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending