એક્ટ્રેસના Bold ડાન્સ પર ભડક્યા ચાહકો, કહ્યું, આટલું પણ પહેરવાની કેમ મહેનત કરી?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ વિવાદોની રાણી તરીકે લોકપ્રિય થયેલી રાખી સાવંત ફરીવાર ચર્ચામાં છે. હાલમાં જ રાખીએ પોતાના સોશ્યિલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ટૂ પીસ કોસ્ચ્યૂમમાં જોવા મળે છે. આ વીડિયોમાં રાખીએ જે ડ્રેસ પહેર્યો છે, તેની ઘણી જ ટીકા કરવામાં આવી છે.

કરી આવી કમેન્ટ્સઃ
રાખી આ વીડિયોને જોયા બાદ યુઝર્સે રાખીને કપડાંને લઈ સલાહ આપી છે. એક યુઝરે કહ્યું હતું કે તે આટલું પણ ના પહેર્યું હોત તો પણ ચાલત..આટલું પહેરવાની પણ કેમ મહેનત કરી...તો કેટલાંક યુઝર્સે રાખીનો ડાન્સ જોયા બાદ તેને "Nude Dance" કહી દીધો હતો.

સની લિયોનના સપોર્ટર્સે કરી ટીકાઃ
રાખી ઘણીવાર પોતાની તુલના સની લિયોન સાથે કરતી હોય છે. દરેક પ્રસંગે રાખી ગમે તેમ કરીને સનીને પોર્ન સ્ટાર ગણાવીને તેને નીચા જોવું થાય તેમ કરે છે. જોકે, આ વીડિયોમાં સનીના સપોર્ટર્સે તેના પર ઘણી જ અભદ્ર કમેન્ટ્સ કરી છે.

ફોટોશૂટની પણ થઈ હતી ટીકાઃ
થોડાં સમય પહેલાં રાખીએ આ જ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ડ્રેસની પણ યુઝર્સે ટીકા કરી હતી. એક યુઝરે ત્યાં સુધી લખ્યું હતું કે માબાપ શું વિચારતા હશે, કાશ ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હોત તો આ દિવસ જોવો ના પડત. આ સમયે પણ અનેક પર્સનલ કમેન્ટ્સ રાખી પર કરવામાં આવી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રાખીની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...