તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈની યુવતીઓની પ્રેમજાળમાં ફસાઈ જશે કપિલ શર્મા, મોમને હતો આવો ડર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના શો 'ધ કપિલ શર્મા શો'માં આવતી મોટાભાગની એક્ટ્રેસિસ સાથે ફ્લર્ટ કરતો હોય છે. જોકે, હાલમાં જ કપિલ શર્માએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવાની હા પાડી દીધી હતી. આ અંગે જ્યારે કપિલ શર્માના ભાઈ અશોક શર્મા તથા ભાભી મુસ્કાન શર્માને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે કપિલ શર્માએ જ્યારે સોશ્યિલ મીડિયામાં આ વાત જાહેર કરી ત્યારે જ તેમને આ અગે જાણ થઈ હતી. કપિલ શર્માએ ગિન્નીનો ફોટો શૅર કરતાં અમૃતસર સ્થિત કપિલના ઘરે શુભેચ્છકોના સતત ફોન આવે રાખે છે. મોમ જનકરાનીને એ વાતનો આનંદ થયો કે કપિલ શર્માએ તેમની પસંદને હા પાડી.

પરિવારને પસંદ છે ગિન્નીઃ
- કપિલ શર્માએ હા પાડતાં જ તેની મોમ જનકરાનીના મનમાં રહેલો ડર દૂર થઈ ગયો છે. જનકરાનીએ કહ્યું હતું કે મુંબઈમાં અનેક યુવતીઓ કપિલ શર્માની આગળ-પાછળ ફરતી હોય છે. જોકે, લગ્ન તો એક સાથે જ કરવાના હોય છે. તેમને ડર હતો કે કપિલ ક્યાંક મુંબઈની યુવતીઓની પ્રેમજાળમાં ફસાઈ ના જાય.
- જનકરાનીને પહેલેથી જ ગિન્ની પસંદ હતી. આથી જ તે હંમેશા કપિલ શર્માને ગિન્ની સાથે લગ્ન કરવાનું કહેતી હતી પરંતુ કપિલ દર વખતે ટાઈમનું બહાનું આગળ ધરી દેતો હતો.
- કપિલની મોમે કહ્યું હતું કે કપિલ તથા ગિન્નીની મુલાકાત 10 વર્ષ પહેલાં જલંધરની એપીજે કોલેજમાં થઈ હતી. અહીંયા બંને સાથે ભણતા હતાં.
- શરમાળ સ્વભાવને કારણે કપિલે ક્યારેય ગિન્ની પ્રત્યેના પ્રેમની વાત પરિવારમાં કહી નથી. જોકે, ગિન્નીને આખા પરિવારે પસંદ કરી લીધી હતી.
- ગિન્ની સ્વભાવ મળતાવડો હોવાથી કપિલના પરિવારને ઘણો જ પસંદ છે.

હેડ કોન્સ્ટેબલ છે કપિલનો ભાઈઃ
- કપિલથી બે વર્ષ મોટો અશોક શર્મા અમૃતસર રૂરલ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે.
- અશોક શર્મા પઠાણકોટમાં એરબેઝમ પરના આંતકી હુમલા વિરૂદ્ધના ઓપરેશનનો હિસ્સો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કપિલ શર્માના પરિવારની તસવીર.....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો