તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમેડિયન કપિલ શર્માએ કહ્યું, PMને માન આપું છું, કારણ વગરનો વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ પોતાની ઓફિસ માટે લાંચ માંગવાની વાત કહીને કપિલ શર્મા હવે પોતે જ ફસાઈ ગયો છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ શનિવાર(10 સપ્ટેમ્બર)ના રોજ દાવો કર્યો હતો કે કપિલે માત્ર વર્સોવામાં ઓફિસ બનાવવા માટે નિયમો નથી તોડ્યાં પરંતુ ગોરેગાંવમાં પોતાના એપાર્ટમેન્ટ માટે પણ નિયમો તોડ્યા છે. આ સમય દરમિયાન કપિલે કહ્યું હતુ કે તે પીએમ અને સરકારને માન આપે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે કપિલ શર્માએ સીધા પીએમ મોદીને ટેગ કરીને ટ્વિટ કરી હતી, ''શું મારે ઓફિસ બનાવવા માટે બીએમસીને પાંચ લાખ રૂપિયાની લાંચ આપવી પડશે, આ છે અચ્છે દિન?''

બીએમસીએ શું કહ્યું:
- બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે તેમણે કપિલ શર્માના વર્સોવા અને ગોરેગાંવ સ્થિત પ્રિમાઈસિસમાં ગેરકાનૂની કન્સ્ટ્રક્શની બે અલગ-અલગ ફરિયાદ મળી હતી. પ્રોસેર હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી હતી. એપાર્ટમેન્ટ અંગે પણ નોટિસ જાહેર કરવામાં આવી હતી.
- ગોરેગાંવમાં કપિલનો એપાર્ટમેન્ટ નવમાં માળે છે, જેને લઈને ફરિયાદ થઈ હતી.
- ફરિયાદ પર બીએમસી મહારાષ્ટ્ર રિઝનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કપિલને નોટિસ આપવામાં આવી છે.

કપિલે શું આપી સ્પષ્ટતાઃ
- કપિલ શર્માએ કહ્યું, ''પીએમ અને સરકાર(સેન્ટ્રલ અને સ્ટેટ બંને)નું હું સન્માન કરું છું. મેં ટ્વિટર પર કરપ્શન વિરૂદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.''
- આ કેસમાં કારણ વગરનો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. કોઈ પોલિટિકલ ઓર્ગેનાઈઝેશન આનો હિસ્સો નથી
- ઉલ્લેખનીય છે કે આ કેસમાં કપિલ શર્માની ઘણી જ ટિકા કરવામાં આવી છે. પીએમને ટેગ કરવાને લઈને ટ્વિટર પર તેને અનેક કમેન્ટ્સ આવી રહી છે.

વર્સોવામાં કપિલના ઓફિસ અંગે બીએમસીએ શું કહ્યું:
- બીએમસીએ કહ્યું કે કપિલે વર્સોવામાં પોતાની ઓફિસનો બીજો માળ ગેરકાનૂની રીતે બાંધ્યો હતો. તેને રોકવા માટે 16 જુલાઈના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાંય બાંધકામ ચાલુ રહ્યું હતું. જેને કારણે ચાર ઓગસ્ટે બીએમસીએ ગેરકાનૂની હિસ્સો પાડી દીધો હતો.
- બીએમસીએ ગેરકાનૂની ભાગ તોડતા 19 દિવસ કેમ કર્યાં આના પર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર પરાગ મસૂરકરે કહ્યું હતું કે તેમણે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. ફરિયાદ મળતાં તેઓ સાઈટ પર જઈને ફોટો પાડે છે. આના બેઝ પર નોટિસ પાઠવવામાં આવી છે. આથી સમય લાગે છે.
- ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, કપિલની વર્સોવામાં ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટોરી રો-હાઉસમાં ઓફિસ છે. ઓફિસ મોટી કરી નાખી હતી. ઉપરનો માળ પણ મંજૂરી વગર જ બાંધી લીધો હતો.

કેમ વિવાદમાં આવ્યો કપિલઃ
- શુક્રવારે સવારે 5.53 કલાકે લખ્યું, "I am paying 15 cr income tax from last 5 year n still i have to pay 5 lacs bribe to BMC office for making my office @narendramodi " પાંચ વર્ષ રૂ. 15 કરોડનો ટેક્સ ચૂકવું છું. છતાં ઓફિસ બનાવવા માટે બીએમસી (બૃહૃણ મુંબઈ કોર્પોરેશન) કચેરીને રૂ. પાંચ લાખની લાંચ આપવી પડે તેમ છે.
- લગભગ વીસ મિનિટ બાદ વધુ એક ટ્વિટમાં કપિલે લખ્યું, "Yeh hain aapke achhe din ? @narendramodi " શું આ તમારા અચ્છે દિન છે ? નરેન્દ્ર મોદી.
- સાડા ત્રણ કલાકમાં ત્રણેક હજાર લોકોએ કપિલ શર્માની ટ્વિટને રી-ટ્વિટ કરી હતી. જ્યારે ત્રણેક હજાર લોકોએ ટ્વિટને લાઈક કરી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કોણે શું કહ્યું...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો