તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂના નશામાં કપિલે કરી 'ગુત્થી' સાથે મારામારી, બેકાબૂ બની કરી ગાળાગાળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કપિલ શર્માએ પોતાના લેડી લવથી ફેન્સને પરિચય કરાવ્યાની થોડા કલાકોમાં જ તે ફરીવાર ચર્ચામાં આવ્યો હતો. પરંતુ આ વખતે તે કોઈ સારી બાબતને લઈને નહીં નેગેટિવ વાતોને લઈ સમાચારોમાં ચમક્યો છે. કપિલે દારૂના નશામાં સુનિલને કહ્યો નોકર, ટ્વિટર પર એકબીજાને કર્યા અનફોલો
 
16 માર્ચની રાત્રે તે જ્યારે ઓસ્ટ્રેલિયાથી મુંબઈથી પાછો આવી રહ્યો હતો ત્યારે તેણે ફ્લાઈટમાં સાથી સુનિલ ગ્રોવર સાથે ખૂબ ઝઘડો કર્યો હતો. તે સુનિલને ગાળો ભાંડી હતી. કપિલે દારૂના નશામાં સુનિલને કહ્યું તું મારો નોકર છે. તારો શો ફ્લોપ હતો. માત્ર એટલું જ નહીં, બન્નેએ ટ્વિટર પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે.
 
ચિત્રમાં નહોતો સુનિલ, ઝઘડાની આમ થઈ શરૂઆત
જોકે આ ઘટનાની શરૂઆત ચંદન પ્રભાકર ઉર્ફે ચાઈવાલા અને કપિલ વચ્ચેના ઝઘડાથી થઈ હતી. 'ધ કપિલ શર્મા શો'માં ચાઈવાલા બનતા ચંદન અને કપિલ વચ્ચે સિડનીમાં બેકસ્ટેજ દલીલો થઈ હતી. ઓસ્ટ્રેલિયન ટૂર દરમિયાન આ બન્ને વચ્ચેની પહેલો અણબનાવ હતો. કપિલ જે રીતે વાતો કરતો હતો તે ચંદનને જરાપણ પસંદ નહોતું. તેણે કપિલને વળતો જવાબ આપતા કહ્યું''તું હોઈશ કપિલ શર્મા, પણ તું મારી સાથે આ રીતે વાત કરી શકે નહીં.'' તો સામે કપિલ કહ્યું ''થપ્પડ મારીશ તને''
 
કપિલે ચંદનને કહ્યું-તું મારો મિત્ર હતો એટલે રાખ્યો શોમાં
ત્યાર બાદ મેલબોર્નમાં કપિલ અને ચંદને સાથે પર્ફોર્મ કર્યું નહોતું. ત્યાર બાદની થોડી કલાકોમાં શોની ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાંથી ચંદને ચેક આઉટ કર્યું. કારણ કે કપિલે તે હોટલમાં ચારે બાજુ ગાળો આપી હતી. તેણે એવું કહ્યું કે''તુ મારો મિત્ર હતો એટલે તું શોમાં છે. ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો એરપોર્ટ પર ચંદનને જોતા જ ભડક્યો કપિલ, ફ્લાઈટમાં જોરજોરથી બોલ્યો ગાળો, સુનિલ વચ્ચે પડતા તેને પણ કહ્યા અભદ્ર શબ્દો અને બીજી વાતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો