કપિલ શર્માનો શો છોડશે ભારતી સિંહ, આ છે કારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ કેટલાંક દિવસો પહેલાં 'ધ કપિલ શર્મા શો' જોઈન કરનાર કોમેડીયન ભારતી સિંહ આ શો છોડી દેવાની છે. માનવામાં આવે છે કે 'કોમેડી દંગલ'ને કારણે તે આ શો છોડવાની છે. ચર્ચા છે કે કપિલના શોમાં આવી તે પહેલાં ભારતીએ આ શો સાઈન કર્યો હતો અને તેણે આ અંગે કપિલને માહિતી આપી હતી. 

બે એપિસોડ્સમાં જોવા મળશે ભારતીઃ
ભારતી કપિલના બે એપિસોડમાં જોવા મળશે. ભારતીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે કપિલના શોમાં ત્યાં સુધી છે, જ્યાં સુધી તેનો શો 'કોમેડી દંગલ' શરૂ નહીં થાય. ભારતીએ કપિલના શોના છ એપિસોડ કર્યાં છે. ભારતીનો નવો કોમેડી શો ઓગસ્ટમાં શરૂ થઈ રહ્યો છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કપિલના શો છોડવાનું શું છે બીજું કારણ....)
અન્ય સમાચારો પણ છે...