તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસ્લિમ યુવતીને ડેટ કરે છે બરોડના આ TV સ્ટાર, હિંદુ પરિવારને લગ્ન સામે વાંધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટીવી શો \'ડાન્સ ઈન્ડિયા ડાન્સ\'થી લોકપ્રિય થનાર ધર્મેશ આજકાલ પોતાની લવ-લાઈફને કારણે ચર્ચામાં છે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ધર્મેશ, બ્રેશના ખાનને ડેટ કરી રહ્યો છે. આ બંને છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશીપમાં છે અને સોશ્યિલ મીડિયામાં પોતાના પ્રેમને જાહેર કરવામાં ક્યારેય શરમાતા નથી. 

લગ્નનો પરિવારે કર્યો વિરોધઃ
પાંચ વર્ષના સંબંધો બાદ ધર્મેશ ગર્લફ્રેન્ડ બ્રેશના સાથે લગ્ન કરવા માંગે છે. જોકે, બંને અલગ-અલગ ધર્મના છે. ધર્મેશ હિંદુ છે તો બ્રેશના મુસ્લિમ છે. ધર્મેશના પેરેન્ટ્સને મુસ્લિમ વહુ સામે વાંધો છે. આ જ કારણથી ધર્મેશે હજી સુધી લગ્ન કર્યાં નથી. આશા છે કે પરિવાર જલ્દીથી માની જશે અને બંને લગ્ન કરી લેશે.

કોણ છે ધર્મેશઃ
31 ઓક્ટોબર, 1983માં જન્મેલો ધર્મેશ યેલાન્દે ડાન્સર, કોરિયોગ્રાફર છે. તે બરોડાનો છે. તેણે \'ક્રેઝી કિયા રે\', \'બુગી વુગી\', \'ડાન્સ ઈન્ડિયા ડાન્સ સિઝન 2\', \'ડીઆઈડી ડબલ્સ\', \'જસ્ટ ડાન્સ\'માં ભાગ લીધો છે. મેન્ટર તરીકે ધર્મેશ \'ડાન્સ પ્લસ\' તથા \'ડાન્સ પ્લસ સિઝન 2\'માં જોવા મળ્યો છે. આ સિવાય \'એબીસીડી\' અને \'એબીસીડી 2\'માં કામ કર્યું છે. રિતેશ સાથેની ફિલ્મ \'બેન્જો\' ટૂંક સમયમાં રીલિઝ થશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ધર્મેશ-બ્રેશના ખાનની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો