તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ગધાપ્રસાદ'ના રિસેપ્શનમાં ટીવી સ્ટાર્સે મચાવી ધમાલ, INSIDE PICS

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટીવી શો 'ચિડિયાઘર'માં ગધાપ્રસાદનો રોલ કરીને ફેમસ બનેલા જીતુ શિવહરેએ જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. હવે, જીતુએ પોતાના લગ્નનું વેડિંગ રિસેપ્શન આપ્યું હતું. જીતુએ લગ્નની જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે આ તેના ચોથા લગ્ન છે. તેની પત્ની લખનૌની જ છે. પોતાના કેરેક્ટર ગધાપ્રસાદથી ફેમસ બનેલા જીતુએ divyabhaskar.com સાથે પોતાના વેડિંગ વિશે વાત શૅર કરી હતી.

રિસેપ્શનમાં જોવા મળ્યાં હતાં આ સેલેબ્સઃ

રિસેપ્શનમાં રતન રાજપૂત, શૈલેષ લોઢા તથા 'ચિડિયઘર'ની સ્ટાર-કાસ્ટ, 'ભાભીજી ઘર પર હૈં' ફેમ વિભૂતિજી તથા તિવારીજી ખાસ હાજર રહ્યાં હતાં.

આવી રીતે શ્વેતાને મળ્યો હતો જીતુ
- આ પહેલા જીતુએ રીલ લાઇફમાં 3 લગ્ન કર્યા હતાં. રિયલ લાઇફમાં આ તેના પહેલાં લગ્ન છે.
- જીતુ શિવહરે પોતાની પત્ની શ્વેતા જયસ્વાલને પહેલી વાર લખનૌમાં મળ્યો હતો.
- તે અહીં ફિલ્મ 'બાબુ મોશાય બંદુકબાજ'ના શૂટિંગ માટે આવ્યો હતો.
- આ દરમિયાન તેના કો-એક્ટર આરિફે પોતાની ફ્રેન્ડ શ્વેતા સાથે મુલાકાત કરાવી હતી.
- બન્ને વચ્ચે કેમિસ્ટ્રી જામી ગઇ અને ફેમિલીની રજા લઇને તેમનો સંબંધ નક્કી થયો.
જીતુ વિશે શું કહે છે શ્વેતા
-જીતુની પત્ની શ્વેતા જયસ્વાલ લખનૌમાં કો-ઓપરેશન બેંકમાં જોબ કરે છે.
-શ્વેતાએ divyabhaskar.com સાથે વાતચીત કરતા જણાવ્યું કે,"મેં લખનૌમાં અભ્યાસ કર્યો છે. લખનૌ યુનિવર્સિટીમાંથી મેં એમબીએ કર્યું છે."
-જીતુ વિશે તેણે જણાવ્યું કે,"હું તેને પહેલાથી જાણતી ન હતી. બસ તેને ટીવીમાં જોયા હતાં. તેનો 'ગધાપ્રસાદ'નો રોલ મને ખૂબ પસંદ આવ્યો હતો."
-મને જાણ ન હતી કે નસીબ અમને એકબીજા સાથે મેળાપ કરાવશે. અમારો સ્વભાવ ખૂબ અલગ છે. પરંતુ તે એટલા ડાઉન ટૂ અર્થ છે કે પહેલી મુલાકાતમાં જ મને પસંદ આવ્યાં હતાં.
શિરડીમાં કર્યાં હતાં લગ્ન
-જીતુએ પોતાના લગ્ન શિરડીમાં 13 જુલાઇએ કર્યા હતાં.
-લગ્નમાં બન્નેનું ફેમિલી હાજર રહ્યું હતું.
મજૂર હતાં જીતુના પાપા
-જીતુએ જણાવ્યું,"મારા પિતા મજુરી કરીને ઘર ચલાવતા હતાં. મેં તેમની પાસેથી જ જીવનનો સંઘર્ષ શીખ્યો છે."
-જીતુની ફેમિલીમાં મા અને એક ભાઇ છે.
-જીતુએ પોતાનો શરૂઆતનો અભ્યાસ આગ્રામાં કર્યો હતો.
-મુંબઇમાં હોટેલ મેનેજમેન્ટના કોર્સ દરમિયાન તે એક્ટિંગ લાઇનમાં જોડાયો.
લખવાના શોખે બનાવ્યો એક્ટર
-જીતુએ જણાવ્યું કે તેને સ્કૂલ ટાઇમથી જ લખવાનો ખૂબ શોખ હતો. તે સ્ટોરી પણ લખતો હતો.
-મુંબઇમાં વર્ષ 2000માં અભ્યાસ દરમિયાન જ તેણે થિયેટર જોઇન કર્યું હતું.
-અહીંથી જ તેણે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રિમાં એન્ટ્રી કરી.
-જીતુએ ‘ઓફિસ-ઓફિસ’, ‘રામ ખેલાવન’, ‘ગિલી-ગિલી ગપ્પા’, ‘લાપતાગંજ’ અને ‘ચિડિયાઘર’ જેવા અનેક કોમેડી ટીવી શોઝ કર્યા છે.
-તેણે જણાવ્યું કે તેને ટીવી શોઝની ઓફર આવતી હતી પરંતુ તેને ઓળખ માત્ર 'ગધાપ્રસાદ'ના રોલે અપાવી. આ રોલ તેને પણ સારો લાગ્યો અને લોકોને પણ ખૂબ પસંદ આવ્યો.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જીતુ શિવહરેનું રિસેપ્શન તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો