આ વેકેશનમાં સુનિલ-ચંદન સાથે ઝઘડ્યો'તો કપિલ, આવી કરી હતી મસ્તી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ કપિલ શર્મા અને તેની ટીમ વિખેરાઈ ગઈ ગઈ છે! સુનિલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગરે 'ધ કપિલ શર્મા શો'માં પર્ફોર્મ કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. કપિલે સુનિલ ગ્રોવર પાસે સોશિયલ મીડિયા પર માફી પણ માગી હતી. પરંતુ સુનિલે કહી દીધું હતું કે, ભગવાન બનવાનો પ્રયાસ ના કર. ઓસ્ટ્રેલિયા ટૂરથી શરૂ થયો ઝઘડો
 
કપિલ અને ચંદનનો ઝઘડો સિડની, ઓસ્ટ્રેલિયમાં શરૂ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન પહેલું રોકાણ સિડનીમાં થયું. આ દરમિયાન ચંદનને કપિલની વાતચીત કરવાનો ઢંગ પસંદ આવ્યો નહીં. તેણે કપિલને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી. ચંદને કહ્યું, 'તું હોઈશ કપિલ શર્મા, પણ તું મારી સાથે આ રીતે વાત કરી શકે નહીં.'' તો સામે કપિલ કહ્યું ''થપ્પડ મારીશ તને'' ત્યાર બાદ એક કલાકમાં જ ચંદન હોટલ છોડીને ચાલ્યો ગયો. કારણ કે કપિલે તેને હોટલમાં સતત ગાળો આપી રહ્યો હતો. તેણે એવું કહ્યું કે''તુ મારો મિત્ર હતો એટલે તું શોમાં છે. '' કપિલ અને તેની ટીમનો ત્યાર બાદનો સ્ટોપ મેલબોર્ન હતો. અહીં તમામે પર્ફોર્મ કર્યું પણ ચંદન પર્ફોર્મન્સથી દૂર રહ્યો. થોડી વાર બાદ મામલો શાંત થઈ ગયો. પરંતુ કપિલે ચંદનને એરપોર્ટ પર જોતા જ ફરીવાર ગાળો આપવાનું શરૂ કર્યું. ફ્લાઈટ ઉપડી ગઈ હતી અને કપિલે ચિક્કાર દારૂ ઢીંચ્યો અને થોડી મિનિટ્સ શાંત રહ્યો અને અચાનક જ વધુ દારૂ માગવા લાગ્યો.
 
આમ નિશાન પર આવ્યો કપિલ
જ્યારે કપિલ એર લાઈન્સ સ્ટાફ સાથે ગાળાગાળી કરી રહ્યો હતો, ત્યારે સુનિલ ગ્રોવર(ધ કપિલ શર્માનો ડૉક્ટર મશહુર ગુલાટી)ઉભો થયો અને તેને પ્રેમથી કહ્યું''પાજી, તું ખૂબ જાણીતી પર્સનાલિટી છો અને તેન જાહેરમાં આવી અભદ્ર ભાષા બોલવાનું સૂટ કરતું નથી. '' આ વાતથી બળતામાં ઘી હોમાયું અને તેણે સુનિલને ગાળો આપવાનું શરૂ કર્યું અને કહ્યું ''તારી ઔકાત શું છે કે, તું મને આવું બોલે?'' આ વાત બાદ મામલો બિચક્યો હતો અને કપિલે તેના પર હાથ ઉપાડ્યો હતો.
 
ટીમ મેમ્બર્સ સાથે ખૂબ મસ્તી કરી
 
આમ ઓસ્ટ્રેલિયા ટૂર કપિલ માટે હાનિકારક સાબિત થઈ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ લડાઈ-ઝઘડા પહેલા તેનેણે આ વેકેશનમાં ટીમ મેમ્બર્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. કપિલ સિવાય સુનિલ ગ્રોવર, અલી અસગર, કિકુ શારદા, સુગંધા મિશ્રાએ હોલિ ડેના અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોઝમાં તમામ ટીમ મેમ્બર્સ ખુશખુશાલ લાગી રહ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલ શર્મા અને તેની ટીમ મેમ્બર્સના ઓસ્ટ્રેલિયા વેકેશનના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...