ફિયાન્સ સાથે Lip Lock કરતી જોવા મળી સોફિયા, શેર કર્યા આવા PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ નન બનીને પોતાને ગાયા મધર કહેનારી બોલિવૂડ એક્ટ્રેસ અને 'બિગ બોસ' ફેમ સોફિયા હયાત હાલ પોતાની સગાઈને લઈ ચર્ચામાં છે. તાજેતરમાં સોફિયાએ પોતાના પાર્ટનર Vlad Stanescu (વ્લાડ સ્ટેનેશૂ)નું જાહેર કર્યું હતું. હવે સોફિયાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તે ફિયાન્સ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. ફોટો સાથે સોફિયાએ લખ્યું છે-હું છેલ્લા હજારો વર્ષથી તારા હોઠને ફીલ કરવાની રાહ જોઈ રહી હતી.  આ પહેલા પણ અનેક બોલ્ડ ફોટો કરી ચૂકી છે શેર
 
'બિગ બોસ'ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સોફિયાએ થોડા દિવસ પહેલા એક ફોટો શેર કરતા લખ્યું હતું-આઈ લવ યુ સો મચ. મેં જ્યાં સુધી તારો અહેસાસ કર્યો નહોતો ત્યાં સુધી હું જાણતી નહોતી કે, પ્રેમ શું છે...મારા પિતા, મારા પતિ, મારો પ્રેમ...પણ આ તમામ બાબતોથી પણ ક્યાંય વધુ. તે મારું દિલ ચોરી લીધું. મારા દરેક શ્વાસમાં તું જ છો...
 
તાજેતરમાં જ કરાવ્યો બોયફ્રેન્ડનો પરિચય

નન બની ચૂકેલી સોફિયા હયાતે અંતે પોતાના ફિયાન્સની ઓળખ જાહેર કરી દીધી છે. એક લીડિંગ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુંમાં તેણે પોતાના ફિયાન્સ, વેડિંગ પ્લાન અને અન્ય મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. સોફિયાએ જણાવ્યું કે તેનો ફિયાન્સ કોઈ સેલિબ્રિટી નથી. આથી તે તેને પ્રોટેક્ટ કરવા માગે છે. તેનું નામ Vlad Stanescu છે અને તે રોમાનિયાનો ઈન્ટીરિયર ડિઝાઈનર છે. Vladએ સાઉદી અરેબિયાના કિંગ ફાહદ, સ્વીડનની રાણી સ્લિવિયા અને કેમ્બ્રિજના પ્રિન્સ વિલિયમ ડ્યુક સહિત અનેક પ્રખ્યાત લોકો માટે કામ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં સોફિયા હયાતની ફિયાન્સ Vlad Stanescu સાથેના અંગત ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...