એક્ટ્રેસની આ વાત પર ભડક્યો ભજ્જી, શૂટિંગ સમયે થયો જોરદાર ઝઘડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયરઃ એમટીવી રોડીઝના શૂટિંગ દરમિયાન થોડા દિવસ પહેલા હરભજનસિંહ અને નેહા ધુપિયા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ શંકાઓ સેવાઈ રહી હતી કે, ભજ્જી આ શો છોડી દેશે, કારણ કે તેણે શૂટિંગ છોડી દીધું હતું. હવે આ ટીમ ગ્વાલિયરમાં આવી છે અને અહીં શૂટિંગ કરવા લાગી છે. શૂટિંગ દરમિયાન નેહા અને ભજ્જી એકબીજાના ગળે મળ્યા અને ઝઘડાનો અંત લાવી નવેસરથી રોડીઝના શૂટિંગમાં લાગી ગયા. આ વાતને લઈ થયો ઝઘડો
 
આ શોમાં હરભજનસિંહ સિવાય નેહા ધુપિયા, રણવિજયસિંહ, પ્રિન્સ નરૂલા અને કરણ કુન્દ્રા પણ ગેંગ લીડર્સ છે. અહીં એક કન્ટેસ્ટન્ટને સૌથી મોટો ફિયર ફેસ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત તેને ઈલેક્ટ્રોનિક શોક આપવામાં આવવાનો હતો. આ દરમિયાન નેહા ધુપિયાએ કહ્યું કે, કન્ટેસ્ટન્ટના પગ પર પાણી પણ નાંખવામાં આવે. આ વાત સાંભળતા જ હરભજનસિંહ ભડક્યો. તેનું કહેવું હતું કે,'' આ યોગ્ય નથી, એક ટાસ્ક માટે કોઈને આટલું હેરાન કરી શકાય નહીં. તેનાથી તેનો જીવ પણ જઈ શકે છે, હું આ ટાસ્કનો હિસ્સો બનીશ નહીં. '' ઉલ્લેખનીય છે કે, આ મામલે બીજા ગેંગ લીડર્સ પણ તેની સાથે હતા.
 
ભજ્જી પર ભડકી હતી નેહા
આ ઝઘડા બાદ નેહા ધુપિયાએ પોતાની વાત પરથી પાછા હટવાનો ઈન્કાર કરતા ભજ્જી પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, તમે અમારા પર ગુગલી ફેંકતા રહો છો તો કહો કે શું કરવું જોઈએ.
જોકે બાદમાં કન્ટેસ્ટન્ટ આ ચેલેન્જ માટે તૈયાર થઈ ગયો, પણ ત્યાર બાદના રાઉન્ડમાં પહોંચી શક્યો નહીં.
 
આગળની સ્લાઈડ્સમાં હરભજનસિંહ અને નેહાના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...