B'day: 30ની થઇ 'સરસ્વતીચંદ્ર'ની કુમુદ, અઢી વર્ષમાં જ પતિથી થઇ અલગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: જેનિફર વિંગેટ પૂર્વ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે)
મુંબઇ: ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ 30 વર્ષની થઇ ગઇ છે. 30 મે, 1985ના રોજ તેનો જન્મ ગોરેગાંવ, મુંબઇમાં થયો હતો. જેનિફરને ખાસ કરીને 'કસોટી જિંદગી કી'માં સપોર્ટિંગ રોલ, 'દિલ મિલ ગએ' અને 'સરસ્વતીચંદ્ર'માં લીડ રોલ માટે ઓળખવામાં આવે છે. 2013 અને 2014માં તેને 'સરસ્વતીચંદ્ર' માટે ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ સીરિયલમાં તે કુમુદ સુંદરીના પાત્રમાં જોવા મળતી. હાલ જેનિફર તેની ડેબ્યુ ફિલ્મ 'ફિર સે'ની રીલિઝની રાહ જોઇ રહી છે. ફિલ્મ આ વર્ષે જૂનમાં રીલિઝ થઇ શકે છે. ફિલ્મના ડિરેક્ટર અને એક્ટર કુણાલ કોહલી છે.
સીરિયલ્સ
જેનિફર 'દિલ મિલ ગએ', 'સરસ્વતીચંદ્ર', 'શાકા લાકા બુમ બુમ', 'કુસુમ', 'કોઇ દિલ મેં હૈ', 'કસોટી જિંદગી કી', 'ક્યા હોગા નિમ્મો કા', 'સંગમ', 'કહીં તો હોગા' અને 'કૃતિકા' જેવી સીરિયલ્સમાં નજરે પડી ચૂકી છે.
અઢી વર્ષમાં થયા છૂટાછેડા
જેનિફરે એપ્રિલ, 2012માં 'દિલ મિલ ગએ'માં તેના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જોકે, અઢી વર્ષ પછી બન્ને અલગ થઇ ગયા. નવેમ્બર, 2014માં જેનિફર અને કરન અલગ થયા. આની પાછળ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણની નિકટતા જવાબદાર માનવામાં આવે છે.
આગળ જુઓ, જેનિફરની કેટલીક તસવીરો...
અન્ય સમાચારો પણ છે...