તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

B'day: 'જસ્સી'થી મળ્યું નામ, આમિર સાથે કર્યું કામ, મોનાની તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: મોના સિંહ)

મુંબઇ:
ટીવી અભિનેત્રી મોના સિંહ 33 વર્ષની થઇ ચૂકી છે. તેનો જન્મ 8 ઓક્ટોબર 1981ના રોજ પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. મોના વધારે પડતાં લોકો ટીવીની જસ્સીના રૂપમાં ઓળખે છે. જોકે, મોનાએ કેટલીક સીરિયલ્સ અને રિયાલિટી શોમાં કામ કર્યું છે. વર્ષ 2003થી 2006માં સોની ટીવી પર પ્રસારિત થતી સીરિયલ 'જસ્સી જેસી કોઇ નહીં'એ તેને ખૂબ લોકપ્રિયતા અપાવી. સીરિયલ્સ ઉપરાંત મોના આમિર ખાન, શર્મન જોશી અને આર માધવન સ્ટારર ફિલ્મ '3 ઇડિયટ્સ'માં કરિના કપૂરની મોટી બહેનના રોલમાં જોવા મળી હતી.
નાના પડદે લોકપ્રિયતા હાંસલ કરનાર મોના વર્ષ 2013માં એક એમએમએસ લીક થતાં ચર્ચામાં આવી ગઇ હતી. આ એમએમએસમાં એક યુવતી આપત્તિજનક અવસ્થામાં નજરે પડી રહી હતી અને કહેવાતું હતું કે આ મોના સિંહ છે. જોકે, મોના સિંહએ આ એમએમએસને નકલી ગણાવ્યો હતો. પોલીસે પણ આ અંગે તપાસ કરી હતી, પણ હકિકતનો ખુલાસો થયો નહોતો.
આ સીરિયલ્સમાં કર્યું કામ
'જસ્સી જેસી કોઇ નહીં' (2003-06, સોની ટીવી)
'રાધા કી બેટિયાં કુછ કર દિઆએગી' (2008-09, એનડીટીવી ઇમેજીન)
'ક્યા હુઆ તેરા વાદા' (2012-13, સોની ટીવી)
બોલિવૂડ ફિલ્મ્સ
'3 ઇડિયટ્સ' (2009)
'ઉટ પટાંગ' (2011)
રિયાલિટી શોની વિજેતા
મોના સિંહ ડાન્સિંગ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની પહેલી સિઝનની વિજેતા છે. આ પછી તે આ શોની બીજી અને ચોથી સિઝન હોસ્ટ કરી ચૂકી છે. તે 'એન્ટરટેઇમેન્ટ કે લિયે કુછ ભી કરેગા'ની અત્યાર સુધી પાંચેય સિઝન હોસ્ટ કરી ચૂકી છે. ઉપરાંત 'ફેમિના મિસ ઇન્ડિયા', 'શાદી ની કરોડ કી' અને 'સ્ટાર યા રોક સ્ટાર' જેવા રિયાલિટી શો હોસ્ટ કરી ચૂકી છે.
બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ
વર્ષ 2013માં કથિત એમએમએસ લીક થયાં પછી મોનાના બોયફ્રેન્ડ સાથેના બ્રેક-અપની વાતો સામે આવી હતી. બોલિવૂડ ફિલ્મ 'કમાન્ડો' ફેમ વિધુત જામવાલ સાથે મોનાના સારા સંબંધો હતાં. બન્ને વહેલી તકે લગ્ન કરવાના હતાં, પણ એમએમએસ આવ્યાં પછી બન્ને વચ્ચે બ્રેક-અપની વાતો વહેલી થતાં તેના ફેન્સ નિરાશ થયા હતાં.
આગળ વાંચો: મોના સિંહની કેટલીક તસવીરો....