તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bigg Boss House Mates Broke The Rules, Force To Eat Dal Rice

બિગ બોસઃ સભ્યોને ના કરી કરકસર, નાસ્તામાં ખાવા પડ્યાં બાફેલાં બટાકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- કરિશ્મા તન્ના નાસ્તા માટેના બટાકા બાફી રહી છે.)

મુંબઈઃ
'બિગ બોસ'ના ઘરમાં રોજને રોજ કંઈકને કંઈ નવા ગતકડા થતા હોય છે. ઘરમાં સ્પર્ધકોએ વ્યવસ્થિત રીતે કરિયાણું ઉપયોગમાં ના લેવાતા પૂરું થઈ ગયું હતું. આ જ કારણથી ઘરના સભ્યોએ નાસ્તામાં બાફેલા બટાકા ખાવા પડ્યા હતાં. જોકે, ઘરના બધા જ સ્પર્ધકોને નાસ્તો મળતો નથી.

પ્રિતમે 'બિગ બોસ' પાસે કરિયાણાની માંગણી કરી હતી. જોકે, 'બિગ બોસ' એ વાતને લઈને ગુસ્સામાં હતાં કે ઘરના સભ્યો વારંવાર નિયમોનો ભંગ કરે છે. ઘરમાં પુનિત, ડિઆન્દ્રા, મિનિષા, સુશાંત અને ઉપેન નિયમોનો ભંગ કરે છે. આ સ્પર્ધકો ઘરમાં સૂતા હતાં, આટલું જ નહીં વારંવાર અંગ્રેજીમાં વાતો કરતા હતાં. આ જ કારણથી 'બિગ બોસ'એ ઘરમાં કરિયાણું આપવાની ના પાડી દીધી હતી.

'બિગ બોસ'એ ઘરના સભ્યોને સ્પષ્ટ સૂચના આપી હતી કે જો તેઓ વિશ્વાસ અપાવે તો જ તેઓ ઘરમાં કરિયાણું અને શાકભાજી આપશે. 'બિગ બોસ' માત્ર બે કિલો દાળ અને 10 કિલો ભાત જ ઘરના સભ્યોને આપે છે. સ્પર્ધકોને દાળનો જથ્થો ઘણો જ ઓછો લાગ્યો હતો.

'બિગ બોસ'એ સ્પષ્ટતા કરી હતી કે દિવસ દરમિયાન કોઈ પણ સ્પર્ધક ઘરમાં સૂઈ જશે નહીં. હિંદીમાં જ વાતો કરશે. આખો દિવસ માઈક પહેરીને જ રાખવું પડશે. જ્યારે સ્પર્ધકો 'બિગ બોસ'ને વિશ્વાસ અપાવશે કે હવે તેઓ આવી ભૂલો નહીં કરે ત્યારે જ તેમને પૂરતું કરિયાણું આપવામાં આવશે.
(આગળ ક્લિક કરીને જુઓ 'બિગ બોસ'ના ઘરમાં કેવો રહ્યો 15મો દિવસ તસવીરોમાં ખાસ....)