તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bigg Boss Halla Bol Karishma Got 6 Votes For Nomination

બિગ બોસ: ઉપેન અંગે કન્ફ્યૂઝ કરિશ્મા, બહાર નીકળ્યા પછી આપશે જવાબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઉપેન પટેલ અને કરિશ્મા)
મુંબઇ: 'બિગ બોસ'માં 'હલ્લા બોલ' સીરિઝના 15માં દિવસે કરિશ્મા તન્ના રાહુલ મહાજન સાથે હથકડીમાં જકડાયેલી જોવા મળી. રવિવારના એપિસોડમાં હોસ્ટ ફરાહ ખાને સજા તરીકે આવું કરવાનું કહ્યું હતું. સોમવારે તેમની હથકડી ખોલવામાં આવી હતી.
નોમિનેશન: નિશાના પર રહી કરિશ્મા
સોમવારનો દિવસ 'બિગ બોસ'માં નોમિનેશન માટે ઓળખાય છે. આ વખતે કેપ્ટન હોવાથી અલીને છૂટકારો મળ્યો હતો, ત્યાં જ ઉપેનને મહેમાન ગણાવી દૂર રાખવામાં આવ્યો હતો. એવિક્શન વખતે સના મહકને નોમિનેટ કરીને ગઇ હતી. આ દરમિયાન ગૌતમથી લઇને સંભાવના સુધી લગભગ બધા સભ્યોના નિશાના પર કરિશ્મા રહી. તેને સૌથી વધારે છ વોટ મળ્યા. ફાઇનલી, મહક, કરિશ્મા, પ્રીતમ અને ડિમ્પી આ સપ્તાહે નોમિનેટ થયા.
રડી પડી કરિશ્મા
આજકાલ ઘરમાં કરિશ્મા અને ઉપેનના સંબંધોની ચર્ચા થાય છે. આ જોતાં કરિશ્માને ખોટું લાગ્યું અને તે ઉપેન સામે રડતી જોવા મળી. કરિશ્માનું રડવાનું કારણ એ પણ હતું કે નોમિનેશન દરમિયાન ડિમ્પીએ તેને અવસરવાદી ગણાવી હતી. ઉપેને તેને સમજાવી હતી કે તે અત્યાર સુધી બધાની નેગેટિવ કમેન્ટ્સને નજરઅંદાજ કરતી આવી છે અને આગળ પણ એવું જ કરે.
ઉપેનને લઇને કન્ફ્યૂઝ છે કરિશ્મા
'બિગ બોસ'ના ઘરમાં અને બહાર ઉપેન-કરિશ્માના રોમાન્સની ચર્ચા થઇ રહી છે, પણ કરિશ્મા કન્ફ્યૂઝનમાં છે. સોમવારે તે સંભાવના સાથે ચર્ચા કરી રહી હતી કે તે કેમ ઉપેન મામલે ચૂપ છે. કરિશ્માનું માનીએ તો તે પોતાની ભાવનાઓને સમજવાની કોશિશ કરી રહી છે. તેણે સંભાવનાને કહ્યું કે તે ઉપેન મામલે એટલે સમય લઇ રહી છે કે હવે તેના જીવનમાં જે આવશે એ ફાઇનલ હશે.
કેમ ઉપેનને લઇને ચૂપ છે કરિશ્મા
રાત્રે ઘરની લાઇટ્સ બંધ થતાં કરિશ્મા અને ઉપેન તેમના અફેરને લઇને ચર્ચા કરી રહ્યા હતા. ઉપેને કરિશ્માથી પૂછ્યું હતું કે તે કેમ તેમના સંબંધોને લઇને ચૂપ છે. કરિશ્માએ જવાબમાં કહ્યું કે, બહાર તેનો બોયફ્રેન્ડ છે અને અત્યાર સુધી તેની સાથે બ્રેક-અપને લઇને વાત થઇ નથી. બહાર જઇને મા અને તેની સાથે વાત કરવી પડશે, ત્યારે જ ફાઇનલ જવાબ આપી શકશે. જોકે, કરિશ્માને આશ્વાસન આપતા ઉપેને કહ્યું હતું કે તે બહાર જઇને બધું મેનેજ કરી લેશે. ઉપેને કહ્યું કે ગમે એ થાય તે તેની સાથે છે.
આગળ જુઓ, 'બિગ બોસ હલ્લા બોલ'ના 15માં દિવસની ઝલક તસવીરોમાં...