Bigg Boss Analysis: કરિશ્માએ ગૌતમને ગણાવ્યો બકવાસ, મિનિષા નારાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નતાશા, સોની સિંહ, સોનાલી અને કરિશ્મા તન્ના)
મુંબઇ: 'બિગ બોસ'માં 16માં દિવસે 'બબ્બર્સ V/S લાંબા'નો 'લક્ઝરી ટાસ્ક' ક્યારે ઝઘડામાં ફેરવાઇ ગયો, એ ખબર જ ન પડી. સુવિદ્યા મેળવવા માટે રાખેલા આ ટાસ્કમાં સ્પર્ધકો બાખડી પડ્યાં. કરિશ્મા અને મિનિષા વચ્ચે અંતર વધી રહ્યો છે, તો પુનીત ઇસ્સર પણ મિનિષાથી નાખુશ છે. દીપશિખા આજે ચુપ રહી. આજના એપિસોડને 3 સ્ટાર...

(Bigg Boss Analysis: નિશાના પર 'બોસ' દીપશિખા, મિનિષાની સાઇલેન્ટ ગેમ)
પુનીતનો ગુસ્સો
પુનીત ટાસ્ક દરમિયાન જબરદસ્તી કરવા પર ભડકી ગયો અને તેણે ગાર્ડન એરિયામાં ટેબલ પર લાત મારી. આ પછી પુની તેમના નિકટના પ્રણિત ભટ્ટ અને પ્રીતમને સમજાવતો નજરે પડ્યો કે મહિલા બ્રિગેડ સાથે વિવાદમાં પડવું નહીં. પુનીત, મિનિષાથી નારાજ છે. પુનીત ઇસ્સર ગેમમાં સંબંધો પાછળ છોડી આગળ વધી રહ્યો છે.

(Bigg Boss Analysis: ગૌતમ બન્યો હિરો-કરિશ્મા વિલન, ઘરમાં વધશે તણાવ)
ટોમ એન્ડ જેરી
ટાસ્ક દરમિયાન કરિશ્મા, ગૌતમ પર ભડકી. આટલું જ નહીં કરિશ્માએ ગૌતમથી બંગડી ન મળેવી શકી તો તોવામાં આવીને ગૌતમને બકવાસ માણસ કહી દીધો. કરિશ્મા ગૌતમથી બંગડી મેળવવા માટે જબરદસ્તી કરી રહી હતી અને આ દરમિયાન ગૌતમે કરિશ્માના ખભા પર માથું મૂક્યું હતું. આ વાતને લઇને કરિશ્માએ ગૌતમને બકવાસ માણસ ગણાવ્યો. ગૌતમ અને કરિશ્માને જોઇને લાગે છે કે જ્યાં સુધી બન્ને ઘરમાં છે ત્યાં સુધી તેમની વચ્ચે નહીં બને.

(Bigg Boss Analysis: આંસુ પણ દીપશિખાની ગેમનો ભાગ, જુઓ માઇન્ડગેમ)
ગૌતમમાં છે દમ
ગૌતમ ગુલાટી શોની શરૂઆતથી જ પોતાને દમદાર એન્ટરટેઇનર સાબિત કરી રહ્યો છે. પછી તે એકલામાં હિરોની સ્ટાઇલમાં ગીત ગાવું કે પછી હાઉસમેટ્સના દૂર કરવા પર એકલામાં રડવું, એક્શન અવતારમાં પણ તેણે ખૂબ મનોરંજન પૂરું પાડ્યું. ગૌતમે અત્યારે સુધી ખૂબ મનોરંજન કર્યું છે, પણ આગળ શોમાં શું કરશે એ તો આવનાર સમય જ બતાવશે.

(Bigg Boss Analysis: સોનાલીના નિશાના પર કરિશ્મા, મુશ્કેલીમાં ગૌતમ-પ્રણિત)
મિનિષા-કરિશ્મા વચ્ચે આર્ય
ગૌતમ સાથે ટાસ્ક દરમિયાન જબરદસ્તી કરવા પર મિનિષા, કરિશ્માને સમજાવવા લાગી તો કરિશ્મા, મિનિષા પર ઉખડી પડી. છેલ્લા કેટલાક એપિસોડ્સથી મિનિષા અને કરિશ્મા વચ્ચે બનતું નથી. અહીં આર્ય બબ્બર પણ મિનિષા પર ખિજાયેલો છે. તે પણ કરિશ્માની સાઇડ લેતાં વિવાદમાં ઉતરી ગયો. આજના એપિસોડમાં મિનિષા અને સોનાલી, કરિશ્માથી નારાજ નજરે પડી. નીચે કમેન્ટ બોક્સમાં જણાવો, આજના એપિસોડને તમે કેટલા સ્ટાર આપશો.

(Bigg Boss Analysis: ઘરમાં જોવા મળશે 'બિગ' તમાશો, રમાશે માઈન્ડ ગેમ)
આગળ જુઓ, Day 16ની કેટલીક તસવીરો...