('બિગ બોસ'ના ઘરમાં મસ્તી કરતાં હાઉસમેટ્સ)
મુંબઇ: 'બિગ બોસ'ના બીજા સપ્તાહ સુધી તો કેટલાક હાઉસમેટ્સ સામ-સામે આવી ગયા છે. સોનાલીના રેન્કિંગ પછી ઘરની બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગૌતમ-સોનાલીના રોમાન્સ આડે આવી સુકીર્તિ. છેલ્લા કેટલાક દિવસોથી એક-બીજાને સહન કરી રહેલા હાઉસમેટ્સ અંદરો અંદર ઝઘડી રહ્યાં છે. આજના એપિસોડમાં રોમાન્સ, એંગર, ગેમ, ફ્રેન્ડશિપ અને ફાઇટ બધુ જોવા મળ્યું. આજના એપિસોડને અમે આપીશું ચાર સ્ટાર....
(Bigg Boss Analysis: સોનાલીના નિશાના પર કરિશ્મા, મુશ્કેલીમાં ગૌતમ-પ્રણિત)
સોનાલીનું રેન્કિંગ
પહેલાથી જ સોનાલી કેટલાકની આંખોમાં ખૂંચી રહી છે અને હવે 'બિગ બોસ'ના આદેશ પર રેન્કિંગ આપતાં સોનાલી કેટલાકની નિકટ આવી તો કેટલાકને દૂર કરી દીધા. કરિશ્મા તન્ના અને દીપશિખ પહેલા જ સોનાલીથી ઉખડેલી છે. હવે તેણે પુનીત ઇસ્સરને પણ સાઇડ લાઇન કરી દીધો છે. સોનાલી ઘરમાં રોમાન્સ અને ફાઇટ સાથે પરત ફરી છે.
(Bigg Boss Analysis: ઘરમાં જોવા મળશે 'બિગ' તમાશો, રમાશે માઈન્ડ ગેમ)
સુકીર્તિ-ગૌતમની ખટપટ
કિચરમાં ગૌતમ અને સોનાલીના રોમાન્સ પર હસવુ સુકીર્તિને ભારે પડ્યું. ગૌતમ અને સુકીર્તિ ઉખડી પડ્યાં. સાથે જ આ ખેલમાં આર્ય બબ્બર, દીપશિખા અને પ્રીતમ પણ કૂદી પડ્યો. ત્યાં જ મિનિષા પણ આર્ય બબ્બરથી દૂર રહે છે. આવનાર સમયમાં આર્ય બબ્બર-સોનાલી, પ્રીતમ-દીપશિખા અને સોનાલી-દીપશિખા વચ્ચે તો જામવાનું જ છે.
(
Bigg Boss Analysis: કરિશ્મા પડી રહી છે ભારે, નોમિનેશનમાં નીકળશે ગુસ્સો)
આર્ય બબ્બર- હંમેશા સોરી
પ્રીતમ પ્યારે ઉખડી પડ્યો
દીપશિખા અને પ્રીતમ પહેલા સિક્રેટ સોસાયટીના સભ્યો હતાં, તે એક-બીજાને સારી રીતે ઓળખે છે. દીપશિખા દરેક જગ્યાએ બોસ બની જાય છે, જે હાઉસમેટ્સને પસંદ નથી. દીપશિખાની આ ટેવથી પ્રીતમ ઉખડી પડ્યો છે અને તેણે સંકેત આપી દીધા છે કે તે આગલ દીપશિખાને વધારે સહન નહીં કરે.
(Big Boss Analysis: સલમાનની મસ્તી અને ગૌતમની 'ગુલાટી')
દીપશિખા ફરી રડી
જ્યાં સુધી બોસગીરી ચાલી ત્યાં સુધી 'ઓલ ઇઝ વેલ' અને જ્યારે જોયું કે હાઉસમેટ્સ તેને જમીન પર પાડી દેશે તો રડવા લાગે છે. ત્યાં જ ઉપેન, કરિશ્મા, સુશાંત કેપ્ટનના આંશુ પૂછવા લાગી ગયા. દીપશિખા સમજી ગઇ છે કે કંઇ નહીં તો આંસુ તો છે જ. નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તમારા રેટિંગ...
(વાંચો: Big Boss Analysis: સોનાલી થઇ બેઘર, આર્યની પહેલી પસંદ મિનિષા)
આગળ જુઓ, Day 12ની કેટલીક તસવીરો...