તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બોસઃ ગેમ જીતવા આર્ય રમ્યો'તો ગંદી રમત, મિનિષાએ ખોલી પોલ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ ડાબેથી, મિનિષા, આર્ય અને દિપશીખા)
મુંબઈઃ 'બિગ બોસ'ના ઘરમાં સભ્યો ગેમ રમીને સ્પર્ધામાં ટકી રહેવા માંગતા હોય છે. જોકે, મિનિષા લાંબાએ તાજેતરમાં જ ઘરમાં એવી વાત કહી, જેથી સભ્યોને ઘેરો આઘાત લાગ્યો હતો.

મિનિષાએ દિપશીખાને કહ્યું હતું કે 'બિગ બોસ'ના ઘરમાં આવતા પહેલાં આર્ય તેને મળ્યો હતો અને ઘરમાં નકલી રોમાન્સ કરવાનું તેને કહ્યું હતું, જેથી ફાઈનલ સુધી ઘરમાં ટકી જવાય. મિનિષાએ કહ્યું હતું કે આર્યે તેને ફોન કરીને બોલાવી હતી અને કહ્યુ હતુ કે તે કોઈ પણ સંજોગોમાં આ શો જીતવા માંગે છે અન તેથી જ તે તેની સાથે ફેક રોમાન્સ કરવા માંગે છે. મિનિષાએ વધુમાં કહ્યું હતું કે આર્ય તેને શોમાં 'જાન' કહીને બોલાવવા માંગતો હતો અને તેનો હાથ પણ પકડવા માંગતો હતો. જોકે, તેણે આ વાતનો ઈનકાર કર્યો હતો. તેણે એમ કહ્યું હતું કે તે કોઈના પ્રેમમાં છે અને તે ટીઆરપી માટે બીજા કોઈ સાથે સંબંધો બાંધી શકે નહીં.

મિનિષાએ આ વાત જાહેર કરતાં આર્ય બબ્બર કેવી પ્રતિક્રિયા આપે છે, તે તો આગામી સમય જ કહેશે...
(ઘરમાં હોય છે કેવો માહોલ, શું કરતા હોય છે સ્પર્ધકો, જુઓ તસવીરોમાં.....)