તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bigg Boss 7 Sangram Become Angry Young Man Of Bigg Boss 7

'બિગ બોસ'માં વળાંક, સંગ્રામ-અરમાન વચ્ચે ઝઘડો, જોવા મળ્યું રૌદ્ર રૂપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ'ના ઘરમાં અવનવા વળાંકો આવતા જ રહે છે. હાલમાં જ ઘરમાં સંગ્રામ સિંહનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આમ તો સંગ્રામ ઘરમાં ઘણો જ શાંત જોવા મળતો હોય છે. જોકે, સંગ્રામ અને અરમાન વચ્ચે કોઈક વાતને લઈને ઉગ્ર દલીલો થઈ હતી અને એકબીજાને ભાઈ કહેનાર આ બંને જણાં ઝઘડી પડ્યા હતાં.

'બિગ બોસ'ના ઘરમાં દર વખતની જેમ નોમિનેશન માટે ચાર નામ નક્કી કરવાન હતાં. ત્રણ નામ વોટિંગથી નક્કી કરવામાં આવ્યા હતા અને ચોથા નામ માટે 'બિગ બોસ'એ ઘરના કેપ્ટન અરમાનને વિશેષ અધિકાર આપતા કહ્યુ હતુ કે જે નામ આપશે, તે સીધે-સીધુ નોમિનેટ થઈ જશે. અરમાને સંગ્રામનુ નામ લેતા જ ઘરના સભ્યો ચમકી ઉઠ્યા હતાં. સંગ્રામે જ્યારે તનિષાને અરમાનની વાત કરી ત્યારે અરમાનને લાગ્યું કે સંગ્રામ ગુસ્સો કરે છે.

આ વાતને લઈને અરમાન સંગ્રામ પર ભડકી ઉઠ્યો હતો અને બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ બંને વચ્ચે ઘમાસણ મચી જાય છે. આ સાથે જ જોવા મળશે સંગ્રામનુ અત્યાર સુધીનુ રૌદ્ર સ્વરૂપ.

આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ સંગ્રામની અત્યાર સુધીની સફર....