તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bigg Boss 7: Lauren Gottlieb, Kapil’s Dadi & Palak To Enter In The House

બિગ બોસઃ દાદી-પલકે કરી મસ્તી-ધમાલ, લૌરેનનો અફલાતૂન ડાન્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ'ના ઘરમાં દિવાળીનો તહેવાર રંગેચંગે મનાવાઈ ગયો છે. સૌ પહેલાં ઘરમાં ભારતી સિંહ ગીફ્ટ્સ અને સ્વીટ્સ લઈને આવી હતી અને પોતાના જોક્સ પર ઘરના સભ્યોને ખળભળાટ હસાવીને જતી રહી હતી.

ભારતીના ગયા પછી ઘરમાં 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'ની દાદી અને પલક ઘરમાં આવે છે. દાદી ઘરમાં આવીને તરત જ સંગ્રામ સિંહ સાથે વાતે વળગી જાય છે. દાદી અને પલક બંને સાથે મળીને ઘરના લોકોને હસાવે છે. દાદી અને પલક ગૌહર ખાનને એક છોડ ભેટમાં આપે છે, જેથી તે કુશાલની યાદમાં ઘરમાં રહી શકે.

દિવસના અંતે લૌરેન ઘરમાં આવે છે અને તે મસ્ત ધમાકેદાર પર્ફોમન્સ કરે છે. લૌરેને પર્લપર્લ ઘાઘરા ચોલી પહેરી હોય છે. તેણે 'આઓ હૂઝૂર' અને 'જાદુ કી ઝપ્પી' પર ડાન્સ કર્યો હોય છે.

દિવાળીના દિવસમાં ઘરના સભ્યો વેરઝેર ભૂલીને સાથે મળીને તહેવાર ઉજવ્યો હતો...