બિગ બોસઃ કુશાલની પૂર્વ પ્રેમિકા કેન્ડી જશે ઘરની બહાર?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'બિગ બોસ'ના ઘરમાં અત્યાર સુધી અનેક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીસ થઈ છે. જોકે, આ વાઈલ્ડ કાર્ડથી આવેલાં સ્પર્ધકો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં છે. આસિફ આઝમી, વિવેક મિશ્રા ઘરની બહાર નીકળી ગયા છે. તો હવે, શનિવારના રોજ કેન્ડી બ્રાર ઘરની બહાર નીકળે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કુશાલ ટંડનની આ એક્સ પ્રેમિકા કેન્ડીને સૌથી ઓછા મત મળ્યા છે અને તે ઘરની બહાર નીકળે તેવી સંભાવના છે. વધુમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કેન્ડી સ્ક્રિન પર પણ જોવા મળતી નથી. પ્રોડક્શન હાઉસે તેના ફૂટેજને એડિટ કરી નાખે છે.
જો અફવા પર વિશ્વાસ કરીએ તો કેન્ડી ગૌહર ખાન અને કુશાલ વચ્ચે ઝઘડા કરાવવા માટે આવી હતી. જોકે, તે આવે તે પહેલાં જ કુશાલે શો છોડી દીધો હતો. આ જ કારણથી કેન્ડીના રહેવાથી શોને ખાસ ફાયદો થયો નથી. આ જ કારણથી તેને હવે ઘરની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
તસવીરોમાં કેન્ડીન અંતરંગ ક્ષણો....