Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Bigg Boss 11: Shilpa Shinde And Vikas Gupta To Get Married In December!

Bigg Boss : ‘ભાભીજી’ને થયો આ પ્રોડ્યૂસર સાથે પ્રેમ, ડિસેમ્બરમાં કરશે લગ્ન

Divyabhaskar.com | Updated - Nov 15, 2017, 07:32 PM

લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા અને વિકાસ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.

  • Bigg Boss 11: Shilpa Shinde And Vikas Gupta To Get Married In December!
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તા

    મુંબઈ : ‘ભાભીજી’ ઘર પર હૈ માં અંગૂરી ભાભીનો રોલ કરીને ફેમસ થયેલી શિલ્પા શિંદે અને પ્રોડ્યૂસર વિકાસ ગુપ્તા જ્યારેથી ‘બિગ બોસ’ના ઘરમાં એન્ટર થયો છે, પોતાની ફાઈટને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પહેલા દિવસે જ બન્ને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા અને વિકાસ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. આ દાવો સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ ગહના વશિષ્ઠે કર્યો છે. શું છે ગહનાનું પૂરું સ્ટેટમેન્ટ...

    -એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ગહનાનું કહેવું છે કે તેને કલર્સ ચેનલ સાથે જોડાયેલા નજીકના સૂત્રોએ શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તાના લગ્ન વિશે કહ્યું હતુ.

    -ગહનાએ કહ્યું કે શિલ્પા અને વિકાસ એક બીજાને પ્રેમ કરવા લાગ્યા છે અને ડિસેમ્બરમાં બન્નેના લગ્ન થશે.

    શિલ્પા-વિકાસની વચ્ચે રહ્યાં છે સેક્સ્યુઅલ રિલેશન

    -એક અન્ય રિપોર્ટમાં ગહનાએ કહ્યું કે ‘ભાભીજી...’ દરમિયાન શિલ્પા અને વિકાસ સિક્રેટલી રિલેશનશિપમાં હતા. બન્ને એક બીજાના એટલા ક્લોઝ હતા કે તેમની વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન પણ રહ્યું હતુ. પંરતુ વિકાસને શિલ્પા કરતા પોતાના કામ સાથે વધુ પ્રેમ હતો. આ કારણે શિલ્પાએ તેને છોડી દીધો હતો.

    -ગહનાએ દાવો કર્યો છે કે વિકાસ & tv નો હેડ બની આવ્યો હતો તો શિલ્પાને થયું કે તે તેનો સાથ આપશે અને શોમાંથી તેને નહીં કાઢે, પરંતુ એવું નહોતું બન્યું. વિકાસ ગુપ્તાએ શિલ્પા શિંદેનો સાથ નહોતો આપ્યો. ત્યારથી શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તાની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

    -ગહનાનો દાવો કર્યો છે કે વિકાસ અને શિલ્પાના ફિઝિકલ રિલેશન વિશે પ્રોડક્શન હાઉસ એન્ડ મોલ (જે બિગ બોસને પ્રોડ્યૂસ કરી રહ્યું છે) બધુ જાણતા હતા. આ કારણે બન્નેને શોમાં લાવવામાં આવ્યા છે તેવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

    દુશ્મની મિત્રતામાં બદલી રહી છે, વાંચો આગળની સ્લાઈડ્સમાં...

  • Bigg Boss 11: Shilpa Shinde And Vikas Gupta To Get Married In December!
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તા
    દુશ્મની મિત્રતામાં બદલી રહી છે
     
    -‘બિગ બોસ’માં ભલે શિલ્પા અને વિકાસ અનેક વખત ઝઘડો કરતા જોવા મળ્યા હોય, પરંતુ તેમની વચ્ચે મિત્રતાનો સંકેત પણ જોવા મળી રહ્યાં છે. ઓક્ટોબરના અનેક એપિસોડ્સમાં વિકાસ શિલ્પાના વખાણ કરતો જોવા મળ્યો હતો. તે ક્યારેક શિલ્પાની એક્ટિંગ, ક્યારેક તેની હેરસ્ટાઈલ તો ક્યારેક તેના કપડાનો રંગનો વખાણ કરતો જોવા મળ્યો હતો.
    -બીજી તરફ જ્યારે વિકાસ જેલની અંદર બંધ હતો, શિલ્પાએ તેની માટે ચા બનાવીને આપી હતી.
    -ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાના નોમિનેશનમાંથી શિલ્પાને બચાવવા માટે વિકાસે પોતાની જેકેટને ત્યજી દીધી હતી. એટલું જ નહીં, તે ખરાબ વ્હવહાર માટે શિલ્પા પાસે માફી માંગતો જોવા મળ્યો હતો.
  • Bigg Boss 11: Shilpa Shinde And Vikas Gupta To Get Married In December!
    શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તા
    વિકાસે શિલ્પાને સાથે કામ  કરવા માટે કરી ઓફર...
     
    -શિલ્પા સાથે મિત્રતાનો હાથ આગળ કરી રહેલો વિકાસે તેને શોમાંથી બહાર નીકળ્યા પછી પોતાની સાથે કામ કરવા માટે ઓફર કરી હતી.
    -તેને લઈને પહેલા તો શિલ્પાએ ના પાડી હતી. પરંતુ તેણે હા પાડી દીધી હતી. હવે જોવાનું  છે કે શિલ્પા અને વિકાસની વચ્ચે પેચઅપ થઈ ગયું છે અથવા તો તે શોની નવી સ્ટ્રેટર્જી હેઠળ કામ કરી રહ્યાં છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending