તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Bigg Boss: સ્વામી ઓમ તુટી પડ્યા None Veg પર, પ્રાયશ્ચિતને લઈ કહ્યું આવું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'બિગ બોસ'ના ઘરમાં કન્ટેસ્ટન્ટ તરીકે રહેતા સ્વામી ઓમજી મહારાજનો મેકઓવર થઈ ગયો છે. સોમવારે(28 નવેમ્બર) મોડલ લોપામુદ્રા રાઉતે તેની દાઢી કાપીને તેને કુલ લુક આપ્યો. માત્ર એટલું જ નહીં, આ એપિસોડમાં તેઓ નોનવેજ પર પણ તૂટી પડ્યા હતા. લોપોએ જ્યારે તેને પૂછ્યું કે, શું તે ઈંડા ભુર્જી ખાય છે, તેણે કહ્યું''હવે ખાવાનું શરૂ જ કર્યું છે તો બધું ખાઈશ. દારૂ નહીં પીવ, બહાર જઈ તમામ પાપોનું પ્રાયશ્ચિત કરી લઈશ. '' સ્વામીનું નિવેદન-સંન્યાસીઓના કપડા નથી પહેરતો
મનવીર ગુર્જરને સ્વામી ઓમનું નોનવેજ ખાવું ગમ્યું નહીં. તેણે તેને ટોકતા કહ્યું''બાબા કા તો તમે આ પ્રકારના કપડા પહેરવાનું બંધ કરો અથવા નિયમોનું પાલન કરો. '' તેના પર સ્વામીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું''મારા કપડા સંન્યાસીઓના નથી, બહાર જઈ વિધિ-વિધાનથી પ્રાયશ્ચિત કરી લઈશ. ''
પ્રિયંકાએ આપી મનુને મોનાથી દૂર રહેવાની સલાહ
પ્રિયંજા જગ્ગાએ ઘરમાં બીજીવાર એન્ટ્રી લેતા જ પોતાનો દાવ લગાવવાનો શરૂ કરી દીધો છે. તેણે મનુ પંજાબીને કહ્યું કે, તેના અને મોનાલિસાની નિકટતાથી તેની મંગેતર અપસેટ છે. તેણે મનુના નામથી મેસેજ મોકલ્યો છે કે, તે સારું રમી રહ્યો છે અને તેણે પોતાની સાથે બીજાને રમાડવાની જરૂર નથી. જોકે મનુએ આ દરમિયાન સ્પષ્ટતા કરી કે, મોના માત્ર તેની સારી મિત્ર છે. તેને તેની જરૂર હતી. આથી તે મદદ કરી રહ્યો હતો.
ડોમ ટાસ્કમાં કોણ જીત્યું કોણ હાર્યું
સોમવાર(28 નવેમ્બર)એ ઘરમાં પ્રવેશેલા ચારેય વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ્સ(જૈસન કાંતિલાલ શાહ, એલેના કજાન, પ્રિયંકા જગ્ગા અને સાહિલ આનંદ)અને તેના દ્વારા નોમિનેટ કરવામાં આવેલા સભ્યો(ગૌરવ ચોપરા, વીજે બાની, નિતિભા કૌલ)વચ્ચે ડોમ ટાસ્ક કરાવ્યું હતું. ગાર્ડિન એરિયામાં લાગેલા ચાર ડોમ્સમાં પ્રત્યેકની અંદર બે સભ્યો(એક વાઈલ્ડકાર્ડ એન્ટ્રી અને તેના દ્વારા નોમિનેટ સભ્ય)ને રાખવામાં આવ્યા. ટાસ્કની શરત હતી કે, જે સૌથી વધુ સમય સુધી અંદર રહેશે તે સેફ રહેશે અને પહેલા જે બહાર આવશે, તે ઈવિક્શન માટે નોમિનેટ થશે. બાની, રાહુલ, જેસન, સાહિલ નોમિનેટ થયા છે. ત્યારે હવે જોવાનું એ છે કે, બહાર કોણ નીકળે છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ 'બિગ બોસ 10'ની અંદરનો માહોલ
અન્ય સમાચારો પણ છે...