• Gujarati News
  • Big Boss 8: A Lots Of Emotion In House At Luxury Budget Task

'બિગ બોસ'માં ભાવુક થયા સ્પર્ધકો, પત્ની-પુત્રને મળ્યો પ્રીતમ, કરિશ્મા ન રોકી શકી આંસુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રીતમની ગોદમાં પુત્ર આદિત્ય, સામે તેની પત્ની અમનજ્યોત)
મુંબઇ: 65 અને 66માં દિવસે 'બિગ બોસ'ના ઘરમાં કેટલાક સ્પર્ધકોના ચહેરા હસતા જોવા મળ્યાં, તો કેટલાકના નિરાશ. 'બિગ બોસ'એ ઘરવાળાઓને સપ્તાહનું લક્ઝરી ટાસ્ક આપ્યું હતું. જે હેઠળ એપ્સ દ્વારા તેમની ઇચ્છાઓ પૂરી થઇ શકતી હતી. આ ટાસ્ક માટે ઉપેન અને રેનેએ બેટ્રીની જેમ કામ કરવાનું હતું અને ધ્યાન રાખવાનું હતું કે બેટ્રી ઝીરો ન થઇ જાય. ટાસ્કમાં સૌથી પહેલો ચાન્સ સોનાલીને મળ્યો હતો. સોનાલીએ તેના વિશે ફેન્સનો મત જાણવા માગતી હતી અને તેની બહેનની ચિઠ્ઠી માંગી. આ બન્ને ઇચ્છાઓમાં 42% બેટ્રી પૂરી થઇ ગઇ, જેના લીધે ઘરવાળા તેની ટિકા કરતાં નજરે પડ્યાં.
ડિમ્પીની આંખો ખૂલી
બીજો ચાન્સ ડિમ્પીને મળ્યો અને તેણે તેના વિશે ઘરવાળાઓનો મત જાણવાની ઇચ્છા છતી કરી હતી. 'બિગ બોસ'એ તેને કેટલીક ક્લિપ્સ બતાવી હતી, જેમાં પ્રીતમ, પુનીત, ઉપેન, અલી અને ડિઆન્દ્રા તેની નિંદા કરી રહ્યાં હતાં. આ જોઇને તે આશ્ચર્યચકિત થઇ ગઇ.

પ્રણિતે ગર્લફ્રેન્ડને મળવાનો મોકો જતો કર્યો
ત્રીજો ચાન્સ પ્રણિતને મળ્યો હતો. તેની પાસે મોકો હતો કે તે તેની ગર્લફ્રેન્ડ કંચનને મળી શકે, પણ તેણે આ ચાન્સ જતો કર્યો. આટલું જ નહીં, ઘરવાળાઓ માટે બેટ્રી સેફ કરવાના ચક્કરમાં તેણે અન્ય વિકલ્પ પણ જતાં કર્યાં. જોકે, પ્રણિતનું દિલ તૂડ્યું હતું, પણ તેના નિસ્વાર્થ ભાવના ઘરવાળાઓએ વખાણ કર્યાં હતાં.
ડિઆન્દ્રાને મળ્યું મેક-અપ
આ પછી ટાસ્કમાં ડિઆન્દ્રાનો વારો આવ્યો. આ દરમિયાન ડિઆન્દ્રાએ તેનું મેક-અપ પાછું લીધું અને બેટ્રી 11% પર પહોંચી ગઇ.
ઉપેને ચાર્જ કરી બેટ્રી
બેટ્રી ચાર્જ કરવા માટે ઉપેન અથવા રેનેમાંથી કોઇ એકે છાણથી ભરેલા ટબમાં છુપાયેલી બેટ્રીઝ એક નિયત સમયમાં બહાર કાઢવાની હતી. ટબમાં કુલ 89 બેટ્રીઝ હતી, પણ ઉપેન 61 કાઢી શક્યો. ફાઇનલી બેટ્રી 11થી વધીને 72% પર પહોંચી ગઇ.
માને મળ્યો ગૌતમ
લક્ઝરી બજેટ ટાસ્ક દરમિયાન ગૌતમ તેની માને મળ્યો, જેમાં 32% બેટ્રી વપરાઇ. જ્યારે બાકીના સભ્યોની જાણ થઇ કે ગૌતમની મા આવી હતી, તો બધા ખુબ ખુશ થયા. જોકે, પ્રણિતને ખોટું લાગી રહ્યું હતું કે તેણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે મળવાનો મોકો કેમ જતો કર્યો, જ્યારે તે પણ બહુ દૂરથી આવી હતી. પ્રણિતએ વિચારીને બહુ દુ:ખી થયો કે તેની ગર્લફ્રેન્ડને કેટલું ખોટું લાગ્યું હશે.
66માં દિવસે પણ લક્ઝરી બજેટ ટાસ્ક
66માં દિવસે 'બિગ બોસ'એ બેટ્રી ચાર્જ કરવા કહ્યુ, પણ શરત હતી ઉપેન અને રેનેના વાળ રંગવાની. ઉપેને બીજી વાર પણ ઘરવાળાઓના હિત માટે બેટ્રી ચાર્જ કરી, પણ રેનેએ ઇનકાર કર્યો હતો. આ દરમિયાન સોનાલી રેને પર કટાક્ષ કરતી જોવા મળી હતી.
ગર્લફ્રેન્ડને મળ્યો અલી

ટાસ્ક દરમિયાન અલીએ ગર્લફ્રેન્ડ ગૌરીને મળવાનું પસંદ કર્યું અને ફાઇનલી તેની મુલાકાત પણ થઇ.

પત્ની અને બાળકને મળ્યો પ્રીતમ
પ્રીતમે તેની પત્ની અમનજ્યોત અને પુત્ર આદિત્યને મળવાનું પસંદ કર્યું. આ દરમિયાન બન્ને પતિ-પત્ની બહુ ઇમોશનલ જોવા મળ્યાં હતાં. જોકે, પ્રીતમ અને અમનજ્યોત વચ્ચે એક કાંચ હતો, પણ તેને પુત્ર આદિત્યને ગોદમાં લેવાનો મોકો મળ્યો. પ્રીતમે આદિત્યને બાકી ઘરવાળાઓ સાથે પણ મળાવ્યો. અમનજ્યોતે પ્રીતમને સલાહ આપી કે તે ગૌતમ અને પુનીતથી વધારે પ્રભાવિત ન થાય.
રડી પડી કરિશ્મા
લક્ઝરી બજેટ ટાસ્ક દરમિયાન કરિશ્મા બહુ રડી. તે તેની માને મળવા માગતી હતી, પણ બેટ્રી 22% જ હતી, જ્યારે 32% બેટ્રીની જરૂર હતી. 'બિગ બોસ'એ કરિશ્માને ચાન્સ આપ્યો કે જો તે રેનેને વાળ રંગવા માટે મનાવી લેશે તો બેટ્રી ચાર્જ થઇ જશે, પણ રેને રાજી ન થઇ. રેનેની માનીએ તો 'બિગ બોસ'એ તેને બનાવીને તેના પેરેન્ટ્સથી મળવાનો મોકો છીનવી લીધો છે, આથી તે ટાસ્કમાં ભાગ લઇ રહી નથી. આ દરમિયાન કરિશ્મા અને રેને બન્ને બહુ રડી. ફાઇનલી, કરિશ્માએ બીજા વિકલ્પની પસંદગી કરતાં મેક-અપ પાછું લીધું હતું.
આગળ જુઓ, 65 અને 66માં દિવસની ઝલક, તસવીરોમાં...