તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ TV એક્ટ્રેસ કરે છે રીતિક રોશનના ભાઈને Dating, શૅર કરી તસવીરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટીવી સીરિયલ 'બહુ હમારી રજનીકાંત' ફેમ રિદ્ધિમા પંડિત ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિદ્ધિમા બોલિવૂડ એક્ટર રીતિક રોશનના કઝિન અહેસાન રોશનને ડેટ કરે છે.

અહેસાન-રિદ્ધિમા એકબીજાને કરે છે પસંદઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિદ્ધિમા તથા અહેસાન બંને એકબીજાની ઘણી જ નિકટ છે. રિદ્ધિમાની એક ફ્રેન્ડે કહ્યું હતું કે અહેસાન, રિદ્ધિમાનાં કરિયર ગ્રાફથી ઘણો જ ખુશ છે. બંને સતત વ્યસ્ત હોવા છતાંય એકબીજાને મળવા માટેનો સમય નીકાળે છે.

સોશ્યિલ મીડિયામાં લખ્યો હતો હાર્ટ-વોર્મિંગ મેસેજઃ
તાજેતરમાં જ રિદ્ધિમાએ અહેસાન સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી અને આ સાથે જ એક હાર્ટ-વોર્મિંગ મેસેજ પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું, ''શબ્દો ઘણી જ સહજતાથી મારી પાસે આવી જાય છે. દર વર્ષની જેમ આ વર્ષ ઘણો જ ખાસ છે કારણ કે આ દિવસ મારા માટે ઘણો જ સ્પેશ્યિલ છે. હું વિશ્વના ગમે તે ખૂણામાં હું 17મી મેને સેલિબ્રેટ કરવાનું ભૂલતી નથી. આ દિવસ તારા માટે ખાસ હોવાથી હું આ દિવસને લઈને ઘણી જ એક્સાઈટ હોઉં છું. કારણ કે તુ મારો છે. તારા કારણે જ મને સતત થાય છે કે દુનિયામાં કંઈ જ કરવું અશક્ય નથી. મારી સાથે રહેવા બદલ આભાર. મને સારી વ્યક્તિ બનાવવા બદલ આભાર. આપણે હજી ઘણાં બર્થડે સાથે સેલિબ્રેટ કરવાના છે. હેપી બર્થડે અહેસાન..'' આના પર અહેસાને કમેન્ટ કરી હતી, ''મારો દિવસ બની ગયો..આભાર..'' જોકે, એક્ટ્રેસે પોતાની અંગત લાઈફને લઈને ચૂપ રહેવાનું જ નક્કી કર્યું છે.

કોણ છે અહેસાન રોશનઃ
રાકેશ રોશનના ભાઈ રાજેશ રોશનનો પુત્ર અહેસાન રોશન છે. તે રીતિક રોશનના કાકાનો દીકરો થાય. હાલમાં અહેસાન રોશન ડિરેક્ટર સંજય ગુપ્તાની ફિલ્મ 'કાબીલ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. આ ફિલ્મમાં રીતિક રોશન તથા યામી ગૌતમ કામ કરી રહ્યાં છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રિદ્ધિમા-અહેસાનની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો