‘બિગ બોસ’ : અર્શીને મળીને પાછા ફર્યા પિતા, દીકરીની બોલ્ડનેસ પર કહ્યું-‘સબ ગેમ હૈ’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : મોડેલ અર્શી ખાનના પિતા મોહમ્મદ અરમાન ખાન ‘બિગ બોસ’ના ઘરમાં પોતાની દીકરીને મળીને પાછા ફર્યા છે. આ એપિસોડ હજી સુધી ટેલિકાસ્ટ નથી થયો. આ પહેલા divyabhaskar.com એ તેમની સાથે એક્સક્લૂજિવ વાતચીત કરી હતી. વાતચીતમાં તેમણે બિગ બોસના ઘરની વિઝિટ અને દીકરી સાથેની મુલાકાતના અનુભવ શૅર કર્યા...

 

સવાલ : કેવું હતું ‘બિગ બોસ’ના ઘરનું વાતાવરણ?

 

જવાબ : ‘બિગ બોસ’ના ઘરનું વાતાવરણ એવું જ હતુ, જેવું ટીવી પર જોવા મળે છે. હું ઘરમાં પહોંચ્યો તો બધા જ કન્ટેસ્ટન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા હતા. પછી ‘બિગ બોસ’એ અર્શીને રીલિઝ કરી અને તે રડતા-રડતા પપ્પા-પપ્પા કહીને મારા ગળે વળગી ગઈ હતી અને પછી એક પછી એક બધા પાસે લઈ ગઈને અને બધાને મળાવ્યા હતા.

 

સવાલ : આકાશની સાથે તેની બોલ્ડનેસ બરોબર છે? શું તેને ગેમમાં આ બધું કરવું જોઈએ?

 

જો તે બન્ને એક બીજા સાથે ઝઘડો નહીં કરે તો શો જોશે કોન. બેસશે, વાતો કરશે, જમવાનું બનાવશે, તો  પછી જોશે કોણ? આ બધું ગેમનો ભાગ છે.

 

સવાલ : ‘બિગ બોસ’ના ઘરમાં દીકરીની બોલ્ડ એક્ટિવિટિઝ પર એક પિતા હોવાથી શું રિએક્શન છે તમારું? શું તે ગેમનો ભાગ હોવો જોઈએ?

 

જવાબ : જુઓ તમે સમજો, જો એક-બીજાને છોડશે નહીં તો જોશે કોણ?

 

સવાલ : તો તમારા પ્રમાણે આ એક્ટિવિટિઝ થવી જોઈએ. તમને તેમાં કોઈ પ્રોબલ્મ નથી?

 

જવાબ : જુઓ, તમે કઈંક કહી રહ્યાં છો અને કઈંક કહેવડાવવા માંગો છો, તેવું કઈં પણ નથી. આ બધું જ ગેમ છે અને ગેમ પછી બધા પોત-પોતાના ઘરે જતા રહશે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો અર્શીના પિતાએ બીજું શું-શું કહ્યું...

અન્ય સમાચારો પણ છે...