જુઓ ‘Big Boss’ ફેમ પ્રીતમ પ્યારેનું ટ્રાન્સફોર્મેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : ‘Big Boss 8’માં સ્પર્ધક રહેલા આર જે પ્રીતમ પ્યારે ઉર્ફે પ્રીતમ સિંહે સોશ્યિલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શૅર કરી હતી. જેમાં તે પોતાની મસ્ક્યૂલર બોડી બતાવતો જોવા મળ્યો છે. ફોટો ત્યારે ક્લિક કરવામાં આવ્યો હતો, જ્યારે તે જીમમાં વર્કઆઉટ કરતો હતો. તસવીરોને જોઈને ખબર પડી જશે કે ત્રણ વર્ષમાં પ્રીતમે અદ્દભૂત ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે પ્રીતમ ‘બિગ બોસ’ના ફિનાલે સુધી પહોંચી ગયો હતો પરંતુ તેને તક મળતા જ તે 25 લાખ રૂપિયાથી ભરેલી બેગ લઈને બહાર થઈ ગયો હતો. સિઝનનો વિનર ગૌતમ ગૂલાટી હતો. પત્ની સાથે નચ બલિયે 8માં પણ ગયો હતો....
 
આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ટેલિકાસ્ટ થયેલો ડાન્સિંગ રિયાલિટી શો ‘નચ બલિયે 8’માં પ્રીતમે પત્ની અમનજ્યોતની સાથે ભાગ લીધો હતો.
-જોકે, ચોથા અઠવાડિયામાં જ આ જોડી શોથી એલિમિનેટ થઈ હતી.
-‘બિગ બોસ 8’ પછી પ્રીતમ અને અમનજ્યોતનું લગ્ન જીવન ચર્ચામાં આવ્યું હતું. ન્યૂઝ એવા પણ આવ્યા હતા કે શો માટે પ્રીતમ પોતાની પત્નીને ઈગ્નોર કરતો હતો. જોકે , પછીથી બન્નેની વચ્ચે બધું જ ઠીક થઈ ગયું હતું.
-પ્રીતમ અને અમન બે પુત્ર(આદિત્ય વીર અને બલરાજ)ના માતા-પિતા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જોવા , પ્રીતમ પ્યારની તાજેતરની કેટલીક તસવીરો....
 
અન્ય સમાચારો પણ છે...