તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • After Bigg Boss Sukirti Kandpal Will Go To Holiday And Searching Of Work

'બિગ બોસ'માંથી નીકળ્યા બાદ સુકીર્તિ બેકાર, શોધી રહી છે કામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ સુકીર્તિ)
મુંબઈઃ 'બિગ બોસ'ના ઘરમાં બીજા અઠવાડિયે સુકીર્તિ કંદપાલ નીકળી ગઈ છે. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સુકીર્તિને આશા છે કે તેને કામ મળશે અને તે પહેલાં સુકીર્તિ વેકેશન પર જવા માંગે છે.

ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સુકીર્તિએ કહ્યું હતું કે 'બિગ બોસ'ના ઘરમાં જતા પહેલાં તેણે તમામ કામો પૂરા કરી લીધા હતાં. સુકીર્તિને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તે ઘરમાંથી માત્ર બે અઠવાડિયાની અંદર જ નીકળી જશે.

સુકીર્તિએ કહ્યું હતું કે ઘરમાં જતા પહેલાં પોતાના તમામ પ્રોજેક્ટ્સ પૂરા કરી નાખ્યા હતાં. આથી જ ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સુકીર્તિ પાસે કોઈ જ કામ નથી અને તેને આશા છે કે તેને ઘરમાંથી નીકળ્યા બાદ કામ મળી રહેશે. જોકે, કોઈ પણ નવો પ્રોજેક્ટ્સ હાથમાં લેતા પહેલાં તે વેકેશન પર જશે.

સુકીર્તિને 'બિગ બોસ'ના ઘરમાં વિવિધ સેલિબ્રિટીઝ સાથે કામ કરવાની મજા આવી હતી. તેને ઘરનું વાતાવરણ ઘણું જ પસંદ આવ્યું હતું. ઘરની અંદર ઘણી જ શાંતિ રહેતી હતી અને સુકીર્તિને પોતાના માટે પૂરતો સ્પેસ મળી રહેતો હતો. જોકે, હવે તે બહારની દુનિયામાં આવી ગઈ છે અને અહીંયાના ઘોંઘાટિયા વાતાવરણમાં તે પોતાની જાતને એડજસ્ટ કરવાનો પ્રયાસ કરશે. સુકીર્તિને ઘરમાં ઉપેન પટેલ અને આર્ય બબ્બર એમ બે લાઈફ ટાઈમ મિત્રો મળ્યાં છે.

તસવીરોમાં જુઓ 'બિગ બોસ'ના ઘરમાં સુકીર્તિની સફર....