• Gujarati News
  • Actress Digangana Suryavanshi Scores 77% In HSC Exams

Pix: 'વીરા'એ HSCની પરિક્ષામાં મેળવ્યા 77%, સેટ પર કરી ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દિગંગના સુર્યવંશી કો-એક્ટર શિવિન નારંગ સાથે)
મુંબઇ: સીરિયલ 'એક વીર કી અરદાસ વીરા'માં વીરાની ભૂમિકા ભજવી રહેલી દિગંગના સુર્યવંશી HSCની પરિક્ષામાં પાસ થઇ છે. તેણે 77% મેળવ્યા છે. પાસ થવાની ખુશી તેણે સેટ પર મનાવી.
તેણે શિવિન નારંગ, સ્નેહા વાઘ, વિશાલ વશિષ્ઠ, ફર્નાઝ શેટ્ટી, હર્ષિતા ઓઝા અને ભાવેશ બલચંદાની સહિત શોની સ્ટારકાસ્ટને મિઠાઇ ખવડાવી હતી. આ પ્રસંગે પાકિસ્તાનની જેલમાં બંધ અને મૃત્યુ પામેલ ભારતીય નાગરિક સરબજીત સિંહની મોટી બહેન દલબીર કૌર પણ હાજર હતી.
17 વર્ષીય દિગંગના વર્ષ 2013થી '...વીરા'માં નજરે પડે છે. આ પહેલા તે 'ક્યા હાદસા ક્યા હકિકત', 'કૃષ્ણા અર્જુન', 'શકુંતલા', 'રૂક જાના નહીં' અને 'કુબુલ હૈ'માં જોવા મળી હતી.
આગળ જુઓ, સેલિબ્રેશનની તસવીરો...