તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપિલે મારા મારી કરી ગાળો ભાંડતા 'ડૉ. ગુલાટી' છોડશે શો, જાણો શું કહ્યું 'કપ્પુ'એ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ઓસ્ટ્રેલિયાથી ઈન્ડિયા આવતી ફ્લાઈટમાં સુનિલ ગ્રોવર ઉર્ફે ગુત્થી અને કપિલ શર્મા વચ્ચે જોરદાર ઝઘડો થયા બાદ સુનિલ હવે આ શો છોડી રહ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો'માં ડૉક્ટર મશહુર ગુલાટીનો રોલ કરતા સુનિલને કપિલ સંભળાવાની એક પણ તક ચૂકતો નથી. કપિલ તેને સતત કહ્યા કરે છે કે, તને જો પ્લેટફોર્મ આપ્યું ના હોત તો આજે તું અહીં ના હોત. કપિલે સુનિલ સાથે દારૂના નશામાં ગાળાગાળી કર્યા બાદ, સુનિલે હવે શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. શોમાં પાછો ફરશે નહીં સુનિલ
 
સૂત્રો મુજબ ''સુનિલ 'ધ કપિલ શર્મા શો'માં પાછો ફરી રહ્યો નથી,  તેણે આ વીકેન્ડ(19 માર્ચ)ના એપિસોડ્સ રેકોર્ડ કરી લીધા છે. પરંતુ તે શોમાં પાછો ફરશે નહીં, હવે બહુ થયું, જો કપિલનો આવો જ વ્યવહાર રહ્યો તો બીજા લોકો પણ શો છોડી દેશે.  ''()
 
કપિલનો વ્યવહાર ખરાથી પણ અતિ ખરાબ
 
સૂત્રોએ કહ્યું કે, તાજેતરમાં કપિલનું વર્તન ખરાબમાંથી બેહદ ખરાબ થઈ ગયું છે. તેના આ વ્યવહાર માટે દારૂને જવાબદાર માનવામાં આવે છે.''કપિલ ખરાબ વ્યક્તિ નથી, પણ એકવાર તે અમુક પેગ્સ પી લે છે ત્યારે તે ભુલી જાય છે કે તે કોણ છે અને તેની આસપાસના લોકોને તુચ્છ ગણવા માંડે છે અને પોતાની સાથે તેની તુલના કરે છે. ''(ફ્લાઈટમાં ચિક્કાર દારૂ ઢીંચી કપિલ શર્મા બેફામ; 'ગુથ્થી'ને કહ્યું ''તુ મારો નોકર છે'')
 
કપિલે કહ્યું-કામમાં લડાઈ-ઝઘડા ચાલ્યા કરે

ફ્લાઈટમાં કપિલે સુનિલને ભાંડેલી ગાળો અને કરેલા ખરાબ વર્તનને લઈ divyabhaskar.com એ જ્યારે કપિલ શર્માનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું, ''મારી અને સુનિલ વચ્ચે ઓલ ઈઝ વેલ છે. અમે ઝઘડ્યા હતા પણ આ કોઈ ગંભીર બાબત નહોતી. કામ વચ્ચે લડાઈ-ઝઘડા થતા રહે છે. ઝઘડા સિવાય અમારી વચ્ચે ખૂબ જ મસ્તી પણ થાય છે. હું જાણું છું સુનિલને અંગત રીતે જાણું છું, તે ખૂબ જ પરિપકવ છે. અમારી વચ્ચે કોઈ કડવાશ નથી. ''
 
કપિલે સુનિલ પર ફેંક્યું હતું સેન્ડલ
 
કથિત રીતે કપિલ શર્મા ખૂબ જ દારૂ પી ગયો હતો અને ફ્લાઈટમાં પોતાના પર કાબૂ પણ રાખી શકતો નહોતો. આ સમયે કપિલે સુનિલને ગાળો ભાંડવા દરમિયાન તેના પર સેન્ડલ પણ ફેંક્યું હતું  જોકે આ સમયે સુનિલ ચૂપ રહ્યો હતો અને કપિલની ગાળોનો જવાબ આપ્યો નહતો.
 
સુનિલે કહ્યું-આ અંગત મામલો છે
 
આ અંગે જ્યારે સુનિલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે,''આ અંગત મામલો છે અને હાલ હું તેના પર કંઈપણ કહેવા માગતો નથી. '' ઉલ્લેખનીય છે કે, બન્નેએ 'કોમેડી નાઈટ્સ વીથ કપિલ'થી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે અણબનાવ થતા સુનિલે અચાનક જ શો છોડ્યો હતો પણ થોડા સમયમાં જ તે પાછો ફર્યો હતો. હાલ સુનિલ 'ધ કપિલ શર્મા શો'માં મહત્વપૂર્ણ રોલ કરી રહ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરના વધુ ફોટોઝ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો