તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Exl.શું કપિલ શર્માએ ખરેખર લગ્ન કરી લીધા?, જાણો શું કહ્યું તેની મોટી બહેને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ સ્ટેન્ડઅપ કોમેડિયનમાંથી બોલિવૂડ એક્ટર બનેલા કપિલ શર્માએ તેના પર્સનલ સોશિયલ એકાઉન્ટ પર એક મોટા ન્યૂઝ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટથી તેની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલો એક ખુલાસો થયો છે. આ પોસ્ટમાં તેણે ફોટો સાથે લખ્યું છે કે,''મારી પત્નીને મળો, તેને હું દીપિકા કરતા પણ વધુ પ્રેમ કરું છું ''. તો બીજી તરફ આ ફોટો તેણે ટ્વિટર પર શેર કરતા લખ્યું છે''હું તેને મારી બેટર હાફ તો નહીં કહું, પણ તે મને પુરો કરે છે. લવ યુ ગિન્ની...હું તેને ખૂબ પ્રેમ કરું છું. '' ટ્વિટર પર એક અન્ય ફોટોમાં દીપિકાને ટેગ કરી લખ્યું છે,''દીપુ...હવે હું તને મિસ નહીં કરું...લવ ઓલ્વેઝ''. કપિલના લગ્નને લઈ શું કહ્યું બહેને
 
આ સમાચાર બાદ સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે, શું કપિલે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે? આ ન્યૂઝ કન્ફર્મ કરવા divyabhaskar.comએ  કપિલની મોટી બહેન પૂજા દેવગનનો સંપર્ક કર્યો હતો. આ અંગે તેણીએ એક્સક્લુઝિવલી વાત કરતા જણાવ્યું કે,''હું કપિલના લગ્ન પર બોલી શકું નહીં, તેના લગ્ન પર બોલવા માટે તે જ યોગ્ય વ્યક્તિ છે. ઓફ કોર્સ, જો તેણે ફોટો પોસ્ટ કર્યો છે તો કંઈક હોય શકે. પરંતુ હાલ લગ્ન હજુ સુધી થયા નથી.  ''
 
ગિન્ની છે સંસ્કારી અને સારી છોકરી
ગિન્ની અંગે વાત કરતા કપિલની બહેને વધુમાં જણાવ્યું કે,''ગિન્ની ખૂબ સારી અને સંસ્કારી છોકરી છે. કપિલને જે ક્વોલિટી જોઈએ તે તમામ તેનામાં છે. હું તેને લઈ ખુશ છું. ''
 
પ્રિતી સિમોન્સ સાથે જોડાયું હતું કપિલનું નામ
ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા હંમેશા તેની લવ લાઈફ પર ચૂપ રહ્યો છે, તેમજ તેનું નામ કે નાઈન પ્રોડક્શનની ક્રિએટિવ હેડ પ્રિતી સિમોન્સ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. પરંતું કપિલ કોઈપણ વાતને કન્ફર્મ કરી નથી. આ અંગે કપિલ શર્મા અને ગિન્નીએ કોઈપણ પ્રકારની ટીપ્પણી કરી નથી.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલ શર્માના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો