તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Gender Equality Activist Trupti Desai 'Declines' The Offer To Participate In Bigg Boss 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાતા બ્રિગેડ લીડરને મળી 'બિગ બોસ 10'ની Offer, આપી આ સલાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 'બિગ બોસ સિઝન 10' ફરીથી ટેલિવિઝન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ શોના સ્પર્ધક તરીકે રાહુલ રાજ, રાધે મા, કબીર બેદી અને શાઈની આહુજા જેવા નામો સામે આવ્યા પછી હવે વધુ એક નામ સામે આવ્યું છે. મુંબઇ સ્થિત ભૂમાતા બ્રિગેડની લીડર તૃપ્તી દેસાઈને ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ'ની 10મી સિઝનમાં ભાગ લેવા માટે ઓફર મળી છે પરંતુ તેણીએ આ ઓફર નકારી છે.
બિગ બોસમાં પુરૂષને બદલે હોવો જોઇએ મહિલાનો વોઈસ
-ભૂમાતા બ્રિગેડની લીડર તૃપ્તી દેસાઈને ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ'ની 10મી સિઝનમાં ભાગ લેવા માટે ઓફર મળી છે પરંતુ તેણીએ આ ઓફર નકારી હતી.
-divyabhaskr.com સાથેના ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, "હા, મને શો માટે ઓફર મળી હતી પરંતુ મેં તેમાં ભાગ લેવા માટે ના પાડી છે. આ શો ત્રણ મહિનાનો છે અને હું મારી જાતને સોશ્યિલ વર્કથી આટલા લાંબા સમય માટે અલગ ન રાખી શકું. જે હું સમાનતાના ધોરણ માટે કામ કરી રહી છું. મને 'બિગ બોસ'માં ભાગ લેવો ગમશે પરંતુ તેના કન્ટેસ્ટન્ટ તરીકે નહીં."
-"આ શોમાં ભાગ લેવાના બદલે મેં આયોજકોને એ સલાહ આપી છે કે ગત નવ સિઝનથી બિગ બોસ તરીકે પુરૂષનો વોઈસ આવી રહ્યો છે પરંતુ હું હવે તેમને કહું છું કે એક મહિલાનો વોઈસ રાખવામાં આવે. હવે આયોજકો મારી આ સલાહને આ સિઝનમાં અથવા આવતી સિઝનમાં અમલમાં મુકે છે કે નહીં તે જોવું રહ્યું."
કોણ છે તૃપ્તી દેસાઈ
-પુણેમાં રહેતી તૃપ્તી દેસાઈ છેલ્લા કેટલાય વર્ષોથી મહિલાઓના હિત માટે કામ કરે છે.
-આ માટે તેમણે ભૂમાતા બ્રિગેડ નામની એક સંસ્થા પણ ચાલુ કરી છે. આ સંસ્થામાં 5,000 કરતા વધારે મહિલાઓ જોડાયેલી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આ સંગઠનની કુલ 21 બ્રાન્ચ છે.
-તૃપ્તીએ મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
બદલી 400 વર્ષ જૂની પરંપરા
- શનિ શિંગણાપુર મંદિરમાં 400 વર્ષથી કોઈ પણ મહિલાને શનિ દેવના ચબુતરા પર તેલ ચડાવીને પૂજા કરવાની મંજૂરી નહોતી.
- 29 નવેમ્બર 2015ના રોજ એક મહિલાએ શનિદેવના ચબુતરા પર જઈને પૂજા કરી અને તેલ ચડાવ્યું હતું. ત્યારપછી મંદિરનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું. તે વાતથી પણ ઘણો વિવાદ થયો હતો.
- 27 જાન્યુઆરીએ તૃપ્તી દેસાઈએ મુખ્યમંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અરજી કરી હતી.
- સરકારે પણ મહિલાઓની પૂજાની વાતને સપોર્ટ કર્યો અને પછી અંતે મંદિરના ટ્રસ્ટે ઝુકવુ પડ્યું હતું.
- 8 એપ્રિલે શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટે મહિલાઓને મંદિરમાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો