તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'પ્રેરણા'ના બીજા લગ્નમાં ખૂબ નાચી'તી દીકરી, આવો હતો શ્વેતાનો અંદાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 13 જુલાઈના રોજ 'કસૌટી ઝિંદગી કી'માં પ્રેરણાનો રોલ કરીને જાણીતી બનેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની ચોથી મેરેજ એનિવર્સરી છે. 4 ઓક્ટોબર 1980ના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલી શ્વેતાએ એક્સ હસબન્ડ રાજા ચૌધરી સાથે ડિવોર્સ લીધા બાદ 2013માં બોયફ્રેન્ડ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા અને રાજા ચૌધરીને પલક નામની એક દીકરી પણ છે. શ્વેતાના બીજા લગ્નની સંગીત સેરેમની દરમિયાન પલકે જોરદાર ડાન્સ કર્યો હતો. જેને લઈને તે ખૂબ ચર્ચામાં રહી હતી. તો બીજી તરફ શ્વેતા અને અભિનવને રેયાંશ નામનો દીકરો છે. જેનો જન્મ 2016ના નવેમ્બર માસમાં થયો હતો. 3 વર્ષ ડેટિંગ બાદ કર્યા લગ્ન
 
- શ્વેતા 2010માં એક્ટર અભિનવ કોહલીને ડેટ કરી રહી હતી. જોકે તેનો ખુલાસો લાંબા સમય બાદ કર્યો હતો.
- 2013માં ડાન્સ રિયાલીટી શો 'ઝલક દિખલા જા'ના સેટ પર શ્વેતાએ અભિનવ સાથે જુલાઈમાં લગ્ન કરી રહી હોવાની જાહેરાત કરી હતી.
- 13 જુલાઈ 2013ના રોજ થયેલા આ લગ્ન લો-પ્રોફાઈલ હતા. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી નિકટના લોકો જ સામેલ થયા હતા.
- ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ પહેલા પતિ રાજા સાથે લગ્નના 9 વર્ષ બાદ 2007માં ડિવોર્સ લીધા હતા.
આ શોઝમાં જોવા મળી ચૂકી છે શ્વેતા
- શ્વેતાએ પોતાની ટીવી કરિયરની શરૂઆત વર્ષ 2001માં 'કહીં કિસી રોજ'થી કરી હતી. જોકે તેને પોપ્યુલારિટી તે વર્ષે જ આવેલા શો 'કસૌટી જિંદગી કી'થી મળી હતી.
- ત્યાર બાદ તે 'જાને ક્યા બાત હુઈ', 'યહાં મૈં ઘર-ઘર ખેલી', 'અદાલત', 'સજન રે ઝુઠ મત બોલો', 'પરવરિશ: કુછ ખટ્ટી કુછ મીઠી', 'રંગોલી', 'બાલ વીર' જેવા અનેક શોઝમાં જોવા મળી હતી.
- છેલ્લે શ્વેતા 'બેગુસરાય'(2015-16)માં જોવા મળી હતી. જેમાં તેણીએ બિંદિયા નામની ખલનાયિકાનો રોલ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં શ્વેતા તિવારીની સંગીતથી લઈ સાત ફેરા સુધીના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...